રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિક
પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે પ્રતિ વર્ષ યોજાતો તાલુકા, જિલ્લા, ઝોન, રાજ્યકક્ષા, રાષ્ટ્રીયકક્ષા થવા
ઉત્સવ સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે કુલ ૩૭ સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને
સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ભાવનગર દ્વારા કરવાનું થાય છે.
આ સ્પર્ધાની વય મર્યાદા (કટ ઓફ ડેટ) તા.૦૧/૦૯/૨૦૨૫ ને ધ્યાનમાં રાખીને ૧૫ વર્ષ થી ૨૯ વર્ષ હોવી જોઈએ.
જેમાં ‘અ’ વિભાગમાં ૧૫ વર્ષથી ૨૦ વર્ષ સુધીના સ્પર્ધકો માટે વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠય સંગીત,
લોકવાધ સંગીત, એક પાત્રીય અભિનય, શાસ્ત્રીય કંઠય સંગીત (હિંદુસ્તાની), શાસ્ત્રીય નૃત્ય ભરતનાટયમ, શાસ્ત્રીય
નૃત્ય કથ્થક વગેરે.
‘બ” વિભાગમાં ૨૦ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ સુધીના સ્પર્ધકો માટે વકૃત્વ, નિબંધ, પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન,
કાવ્ય લેખન, દોહા છંદ ચોપાઈ, ચિત્રકલા, લગ્નગીત, હળવું કંઠય સંગીત, લોકવાઘ સંગીત, એકપાત્રીય અભિનય,
શાસ્ત્રીય કઠય સંગીત (હિંદુસ્તાની), શાસ્ત્રીય નૃત્ય ભરતનાટયમ, શાસ્ત્રીય નૃત્ય કથ્થક વગેરે.
ખુલ્લો- વિભાગમાં ૧૫ વર્ષ થી ૨૯ વર્ષના સ્પર્ધકો માટે લોકવાતા, સર્જનાત્મકકારીગરી, ભજન, સમૂહગીત, લોકનૃત્ય,
લોકગીત, એકાકી (હિન્દી/અંગ્રેજી), કર્ણાટકી સંગીત, સિતાર, વાંસળી, વીણા, મૃદગમ, હાર્મોનિયમ (હળવું), ગીટાર,
તબલા, શાસ્ત્રીય નૃત્ય મણિપુરી, શાસ્તૃય નૃત્ય ઓડીસી, શાસ્ત્રીય નૃત્ય કુચીપુડી, શીધ વકતૃત્વ (હિન્દી/અંગ્રેજી)
વગેરે. જિલ્લાકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ ભાષણ(DECLAMATION) (હિન્દી/અંગ્રેજી), વાર્તા લેખન(STORY
WRITING) (હિન્દી/અંગ્રેજી), નવીનતા (વિજ્ઞાન મેળો) (SCIENCE FAIR-પ્રદર્શન) વગેરે કૃતિઓ માટે યોજાશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો સંથાઓ/શાળાઓએ તા.૧૪/૧૧/૨૦૨૫ સુધીમાં પોતાની એન્ટ્રી (પ્રવેશ ફોર્મ)
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જી.૧/૨, એનેક્સી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે
રૂબરૂમાં/ટપાલથી મોકલી આપવાના રહેશે. ત્યાર બાદ આવનાર એન્ટ્રી(પ્રવેશ ફોર્મ) ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ આવેલ એન્ટ્રીની સંસ્થાના સંચાલકશ્રી/ઉમેદવારોને જાણ કરવામાં આવશે. વિગતવાર
માહિતી આ કચેરીના બ્લોગ એડ્રેસ-dydobvr.blogspot.com પરથી મેળવી શકાશે તથા વધુ માહિતી માટે કચેરીના ફોન
નં. ૦૨૭૮-૨૪૩૨૭૬૫ પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ની યાદીમાં જણાવેલ છે.





















Recent Comments