અમરેલી શહેરમાં પુત્રને માર મારવાના અને ધમકી આપવાના કથિત બનાવ બાદ એક વૃદ્ધનું આકસ્મિક મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ છે. પરિવારજનોએ ધમકીના પગલે આઘાતમાં આવી જવાથી વૃદ્ધનું મોત થયું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલીના રહીશ રહીમભાઈના ઘરે અમરેલીના જ રહેવાસી રિઝવાન કસીરી અને તેમની સાથેના અન્ય ત્રણેક અજાણ્યા ઈસમો આવ્યા હતા. આ ઈસમોએ રહીમભાઈને આવીને સ્પષ્ટ કહ્યું હતું કે, અમોએ તારા દીકરા અરમાનને માર મારેલો છે. તેને સમજાવી દેજે નહિતર સારાવાટ નહીં રહે. ધમકી આપીને આ ઈસમો ત્યાંથી જતા રહ્યા હતા. તાત્કાલિક રહીમભાઈને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, પુત્રને માર મારવાની અને ગંભીર પરિણામોની ધમકીથી રહીમભાઈ આઘાતમાં આવી ગયા હતા, જેના કારણે તેમનું આકસ્મિક મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે બનાવની નોંધ લીધી છે અને ધમકી આપનારા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરી હતી.
અમરેલીમાં ધમકી બાદ વૃદ્ધનું મોતઃ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ





















Recent Comments