અમરેલી

અમરેલીના ઈશ્વરીયા ગામે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા વૃદ્ધનું મોત

અમરેલીના ઈશ્વરીયા ગામે એક કરુણ માર્ગ અકસ્માતની ઘટનામાં એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે હાલ સુરત રહેતા મુળ ઈશ્વરીયા ગામના સંજયભાઈ વલ્લભભાઈ ગોંડલીયા (ઉં.વ.૪૪)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા વલ્લભભાઈ પોલાભાઈ ગોંડલીયા (ઉં.વ.૬૬) સ્પ્લેન્ડર રજી. નં.જીજે-૧૪ એફ-૯૪૮૮ પૂરઝડપે અને ગફલત ભરી તેમજ માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવી નીકળતા બ્લોકના રસ્તા ઉપર સ્લીપ થતા તેને માથાના ભાગે હેમરેજ તથા છાતીની પાંસળીઓ ભાંગી જવા જેવી ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી પ્રથમ રાજકોટ મુકામે અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ મુકામે ખસેડ્‌યા હતા. જ્યાં ડોક્ટર સાહેબે ઘરે સેવા કરવાનું જણાવતા ઘરે લાવતા રસ્તામાં મરણ પામ્યા હતા. બીજા બનાવમાં લાઠીના મતીરાળા ગામે રહેતા ચિરાગભાઈ ઘનશ્યામભાઈ ગોલ (ઉ.વ.૩૦) એ જાહેર કર્યા મુજબ, ઘનશ્યામભાઈ વાલજીભાઈ ગોલ અમરેલી સાવરકુંડલા બાયપાસ રોડ, મારૂતીના શો રૂમ આગળ, ક્રિકેટ બોક્ષ પાસે રોંગ સાઈડમાં ટ્રકની સાઈડ કાપવા જતા સામેથી આવતા મોટર સાયકલના હેન્ડલ સાથે ભટકાઈ જતા રોડ ઉપર પડી જતા મોઢાના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઇજા થતા મરણ પામ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.સી. આસોદરીયા વધુ તપાસ કરી રહ્યા છે.

Related Posts