ગુજરાત

કચ્છના સરહદી ગામડા અને ખમીરવંતા લોકોએ જ દેશના સીમાડાને સુરક્ષિત રાખ્યા છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણીકરણીથી અવગત થવા માટે કચ્છ પધારેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખપત તાલુકાના પુનરાજપુર ગામની મુલાકાત લઈને ગ્રામજનોને સંબોધન કર્યું હતું.ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણીકરણીથી અવગત થવા માટે કચ્છ પધારેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખપત તાલુકાના પુનરાજપુર ગામની મુલાકાત લઈને ગ્રામજનોને સંબોધન કર્યું હતું.નાયબ મુખ્યમંત્રીએ ગામના સરપંચ, વડીલો, યુવાનો સાથે‌ સંવાદ કરીને ગામની સુખ સુવિધાઓ તેમજ સામાજિક-આર્થિક પરિસ્થિતિનો‌ ખ્યાલ મેળવ્યો હતો.કચ્છના લખપત તાલુકાના પુનરાજપર ગામે ગ્રામજનોને સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,રાજ્યના 30 IPS ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે અલગ અલગ સરહદી ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. આ ગામડાઓની મુલાકાત દરમિયાન શિક્ષણ, આરોગ્ય, સામાજિક આર્થિક પરિસ્થિતિ, માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ 40 જેટલા મુદ્દાઓ પર ગ્રામજનો સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરીને તેનો ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.પુનરાજપર ગામને દેશનું પ્રથમ ગામ અને ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાવીને નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સરહદી ગામ પુનરાજપરનો ભવ્ય ઈતિહાસ રહ્યો છે. પુનરાજપર ગામની ધરતી એ દેશભક્તોની ધરતી છે. ગામની વસતી ભલે ઓછી હોય પણ દુશ્મન સામે લડવાની શક્તિ અપાર છે. આપણા સરહદી ગામડાઓની સુવિધાઓ જોઈને ઈર્ષ્યા આવે એવી વ્યવસ્થાઓ સરકારે ઊભી કરી છે. વિકાસની દ્રષ્ટિએ સરહદ પાર પાકિસ્તાનના ગામડાઓ અને ભારત તરફના ગામડાઓમાં જમીન આસમાનનો ફરક દેખાઈ આવે છે.કચ્છના ગામડાઓમાં વિકાસ થયો એ માટેના વડાપ્રધાન મોદીના પ્રયાસોને બિરદાવીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે સરહદી ગામડાઓમાં પાણી, વીજળી, આરોગ્ય જેવી તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની છે.સરહદી વિસ્તારના ગામડાઓના નાગરિકોને સજાગ રહેવાનો સંદેશ આપતાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દુશ્મનોના પગલાંઓ ઓળખી જવાની ક્ષમતા અહીંના ગામડાઓના દરેક લોકોમાં અનેક વર્ષોથી છે. દુશ્મન પારખવાની ક્ષમતાને પેઢી દર પેઢી વારસારૂપે આપીને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવવા સંઘવીએ અનુરોધ કર્યો હતો.

Related Posts