અમરેલી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા  ૩૪૧ મો વિના મૂલ્યે  નેત્ર નિદાન યજ્ઞ યોજાયો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દથી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા વિના મૂલ્યે નેત્ર કેમ્પ આજરોજ તા- ૭-૧૧-૨૫ ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૪૧ માં નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ૫૦ જેટલા મોતિયાના દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૨૦ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર હોય એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન માટે વિરનગરની આંખની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ  અને જે દર્દીઓને ચશ્મા  અને દવાઓની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી . ૩૪૧ માં વિના મૂલ્યે મહા નેત્રયજ્ઞનું દિપ પ્રાગટ્ય સંસ્થાના વડા  પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી , સંસ્થાનાં કોઠારી અક્ષર મુક્ત દાસજી  સ્વામીના સાનિધ્યમાં ગુરુકુળના સંત શુકદેવજી સ્વામી તથા વીરનગર હોસ્પિટલના ડોક્ટર સાથે કરવામાં આવેલ.

 નેત્રકેમ્પના યજમાન પદે મુંબઈના શ્રી કીર્તિકુમાર ચંપકલાલ બોરડીયા રહ્યા હતા. નેત્રયજ્ઞને સફળ બનાવવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ  સંસ્થાનાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામીનાં વડપણ હેઠળ  સાથે સંસ્થાના કર્મચારીઓએ ભારે જેહમત ઉઠાવી હતી, અને આવનાર તમામ દર્દી નારાયણને ચા સાથે નાસ્તો આપવામાં આવેલ હતો..

Related Posts