ભાવનગર

પ્રાદેશિક કમિશનર કચેરી, ભાવનગર ઝોન ખાતે તથા તાબા હેઠળ આવતીતમામ નગરપાલિકાઓમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ@૧૫૦” નું સામૂહિક ગાન કરવામાં આવ્યું તથા સ્વદેશીની શપથ લેવાઈ

સને ૧૮૭૫ માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને
માતૃભૂમિ માટેના ગર્વની એકસૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ એક તાંતણે બંધાઇ હતી. જેના તા. ૭મી નવેમ્બર,
૨૦૨૫ ના રોજ ૧૫૦ વર્ષ પૂર્ણ થવાથી રાષ્ટ્રગીતના સન્માનમાં પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી,
ભાવનગર ઝોન ખાતે તથા ઝોનના તાબા હેઠળ આવતા ચારેય જિલ્લાઓની તમામ ૨૮ નગરપાલિકાઓમાં સવારના
૯:૩૦ કલાકે સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી રાષ્ટ્રગીત “વંદે માતરમ”નું સમૂહગાન કર્યું
હતું તેમજ સવારના ૧૧.૦૦ કલાકે જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, ભાવનગર ઝોન,
શ્રી ધવલ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની પ્રાદેશિક કક્ષાની સંકલન
મિટીંગમાં રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવામાં આવ્યું હતુ અને દેશના અર્થતંત્રને મજબુત બનાવવા સ્વદેશી
અપનાવવાની પહેલ સાથે સ્વદેશી શપથ લેવામાં આવ્યા હતા.
જેમાં સૌએ પોતાના દૈનિક જીવનમાં વધુમાં વધુ ભારતીય અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો સંકલ્પ કર્યો
તથા ભારતની આત્મનિર્ભરતા અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો. આ કાર્યક્રમનો ઉદ્દેશ
જનમાનસમાં રાષ્ટ્રભક્તિની ભાવના જાગૃત કરવી, દેશની સ્વતંત્રતા માટે આપેલા બલિદાનોને યાદ કરવા અને
ભારતના સાંસ્કૃતિક વારસાને સશક્ત બનાવવા માટે સૌને એકતાના સૂત્રમાં બાંધવાનો હતો.
આ પ્રસંગે સૌએ ભારત માતા પ્રત્યે અખંડ શ્રદ્ધા વ્યક્ત કરી અને રાષ્ટ્રની એકતા, અખંડતા તથા સ્વાભિમાન
જાળવવાનો સંકલ્પ લીધો હતો.

Related Posts