આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા અમેરિકામાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે હાહાકાર મચ્યો છે. રિપોર્ટ મુજબ અહીં માત્ર ઓક્ટોબર મહિનામાં 1.5 લાખ લોકોએ નોકરી ગુમાવી છે, ત્યારે વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ 11 લાખ લોકોની નોકરી પર કાતર ફરી ગઈ છે. એવી પણ વિગતો સામે આવી છે કે, આ સમસ્યા માત્ર અમેરિકા પુરતી નથી, તે વિશ્વભર સુધી પહોંચવાની છે.
ઈતિહાસ કહી રહ્યો છે કે, સંકટનું પહેલું સિગ્નલ હંમેશા શેરબજારમાંથી મળે છે અને અમેરિકન શેરબજારમાં હાલમાં આ જ પરિસ્થિતિ છે. ગુરુવારે (6 નવેમ્બરે) અમેરિકન બજારમાં અતિશય વેચવાલી જોવા મળી હતી, જેમાં S&P 500 લગભગ 1.1 ટકા અને નાસ્ડેક ઈન્ડેક્સ બે ટકા સુધી ગગડ્યો છે, જ્યારે ડાઉજોન્સમાં પણ લગભગ 0.8 ટકા ઘટાડો થયો છે. આ પહેલા 5 નવેમ્બરે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ બાબતો સંકેત આપે છે કે, રોકાણકારો હાલ ડરના માહોલમાં છે.છેલ્લા ઘણા સમયથી એઆઈ કંપનીઓને મોટો હાઉ ઉભો થયો હતો, જોકે હવે તેમનો હાઉ ફૂટવાની તૈયારીમાં હોવાના સંકેતો સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં મોટી ટેકનોલોજી કંપનીઓ, ખાસ કરીને એઆઈ સંબંધિત શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે, તેથી રોકાણકારોને ડર છે કે, શું આ કંપનીઓ આગામી સમયમાં રિટ્રન આપવામાં સક્ષમ હશે. ચોંકાવનારી વાત એ છે કે, છેલ્લા બે વર્ષમાં AI કંપનીના શેરોમાં જોરદાર તેજી હોવા છતાં, તેમાં તેજી મુજબનો ગ્રોજ જોવા મળ્યો ન હતો. રોકાણકારોને ડર છે કે, કેટલીક મોટી ટેકનોલોજી કંપનીઓના શેરોમાં જેટલો ઉછાળો જોવા મળ્યો હતો, તે ઉછાળો ગ્રોથ સાથે મેળ ખાતો નથી. એટલે કે તે કંપનીઓનું વેલ્યુએશન ઘણું આગળ નીકળી ગયું છે, જેના કારણે AI સંબંધિત કંપીઓએ સારા પરિણામો પણ આપ્યા હતા, પરંતુ સારા પરિણામ છતાં કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.બીજું અને સૌથી મોટું કારણ અમેરિકન કંપનીઓમાં મોટા પાયે છટણી છે. મંદીની આશંકા વચ્ચે અમેરિકન અર્થતંત્રમાં રોજગાર સંકટ વધ્યું છે. માત્ર ઓક્ટોબર 2025માં જ લગભગ 1.53 લાખ લોકોએ નોકરી ગુમાવી છે, જે છેલ્લા 20 વર્ષમાં કોઈ પણ ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં લગભગ 11 લાખ નોકરીઓ પર કાતર ફરી વળી છે, જે ગયા વર્ષની સરખામણીએ 65% વધુ છે. ટેકનોલોજી, રિટેલ, સર્વિસ, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ જેવા અનેક ઉદ્યોગો આ છટણીની લપેટમાં છે. કંપનીઓ વધતા ખર્ચ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે છટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. છટણીનું મુખ્ય કારણ એઆઈ છે, કારણ કે કંપનીઓમાં અનેક કામ એઆઈ કરી રહ્યું છે, જેના કારણે નોકરીઓમાં ઘટાડો થયો છેઆર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા અમેરિકામાં હવે વ્યાજ દરમાં વધારો થવાની સંભાવના વધી ગઈ છે, જેના કારણે દેશના અર્થતંત્ર પર દબાણ વધી ગયું છે. અમેરિકા પરનું દેવું 38 ટ્રિલિયન ડોલરથી પણ વધી ગયું છે, જે GDPના લગભગ 324 ટકા જેટલું છે. આ મોટું દેવું અને આર્થિક અનિશ્ચિતતાને કારણે મોંઘવારી વધવાનો ડર પણ રોકાણકારોને સતાવી રહ્યો છે. જો અમેરિકા સમયસર આ સમસ્યાઓનું સમાધાન નહીં લાવે, તો માત્ર આર્થિક જ નહીં પણ રાજકીય અને સામાજિક પડકારો પણ આવી શકે છે. વૈશ્વિક અર્થતંત્ર માટે આ એક મોટો ખતરો છે, જેની અસર વિશ્વના અનેક દેશો પર પડવાની શક્યતા છે.આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની ટેકનોલોજી વિકસી રહી છે તેમ તેમ ઘણાં કામ સરળ બન્યાં છે. ઈન્ટરનેટ સર્ચની મેથડ બદલાઈ ગઈ છે. ફોટો ક્રિએટ કરવાનું આસાન બન્યું છે. કોઈ સામગ્રી લખવી હોય તો એ એઆઈના કારણે આસાન બને છે. મેડિકલથી લઈને એજ્યુકેશન સુધી, કોડિંગથી લઈને ક્રિએટિવ રાઈટિંગ સુધી એઆઈની અસર વર્તાવા માંડી છે. એ બધા વચ્ચે આ વર્ષે જે સેક્ટર્સ પર સર્વાધિક એઆઈની અસર થઈ છે અને નોકરીઓને ફટકો પડયો છે એ જાણી લઈએ….



















Recent Comments