પોતાનાં હયાત માતપિતાની સ્નેહસ્મૃતિમાં બાળસાહિત્યક્ષેત્રે વિશાળ શ્રેણીમાં કોઈ વ્યક્તિગત રૂપે એવોર્ડ આપતું હોય તો એ ઘટના ગુજરાતી બાળસાહિત્ય માટે ખૂબ જ વિરલ ઘટના ગણી શકાય. પ્રસિદ્ધ સાહિત્યકાર યશવન્ત મહેતા જેને બાળસાહિત્યના “રણજિતરામ સુવર્ણચંદ્રક” સાથે સરખાવે છે તે “અંજુ-નરશી પારિતોષિક” જાણીતા સર્જક રવજી ગાબાણી અને તેનો પરિવાર, પોતાના હયાત માતપિતાના નામથી, તેમની સ્નેહસ્મૃતિમાં દર બે વર્ષે આપે છે.
છેલ્લાં બાર વર્ષથી બાળસાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન કરનારને અપાતાં ‘અંજુ-નરશી પારિતોષિક’ને રોકડ ધનરાશિની દૃષ્ટિએ અને વિવિધ સન્માનોની શ્રેણીની દૃષ્ટિએ પણ બાળસાહિત્યનો રાજ્યનો સૌથી મોટો પુરસ્કાર હોવાનું ગૌરવ પ્રાપ્ત થયેલું છે. આ ઍવૉર્ડ મેળવનાર સર્જકો પછીથી ગુજરાત અને દેશના બાળ સાહિત્યક્ષેત્રના ઉચ્ચ સન્માનો મેળવવાના હકદાર બન્યાં છે. એથી આ ઍવૉર્ડની ગરિમા, ગૌરવ અને ઊંચાઈ સમજાય તેવાં છે. આ વર્ષથી બાળસાહિત્ય ક્ષેત્રે અપાતા આ સન્માનનું ક્ષેત્ર વિસ્તૃત કરીને સાહિત્ય ક્ષેત્રે ‘અંજુ-નરશી બાળવીરતા પુરસ્કાર’ આપવાના ઉપક્રમનો આરંભ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સાહિત્ય, કલા, સંસ્કૃતિ, શિક્ષણ અને સમાજસેવા માટે પણ વિશિષ્ટ વ્યક્તિઓને પ્રતિ બે વર્ષે આ સન્માન એનાયત કરવામાં આવે છે.
આ વર્ષથી ‘સ્વ. ધરમશીદાદા મોરડિયા જ્ઞાનગુરુ સન્માન’નો ઉમેરીને “અંજુ-નરશી પારિતોષિક કમિટી” એ કલાને પોષનારા આ સત્કર્મને વધું વિસ્તૃત બનાવીને પોતાની કલાખેવના પ્રગટ કરી છે. ‘શ્રી અક્ષર એજ્યુકશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, બોટાદ’ તથા ‘બાલવિચાર પરિવાર’ અને ‘અંજુ-નરશી પારિતોષિક કમિટી’ આ સન્માન પૂર્ણ તટસ્થતા સાથે, કોઈપણ પ્રકારનું આર્થિક દાન સ્વિકાર્યા વિના એનાયત કરે છે. એ આ સન્માનની વિશેષતા છે.
આ વર્ષનો “અંજુ-નરશી લાઇફ ટાઇમ અચિવમેંન્ટ એવોર્ડ” નટવર પટેલને એમની બાળસાહિત્યની સુદીર્ઘ સેવાઓ માટે એનાયત કરવામાં આવશે. “અંજુ-નરશી એવોર્ડ ( શોધ-સંશોધન વિભાગ ) મેર પ્રજાના ઇતિહાસના સંશોધન અને લેખન માટે પ્રસિદ્ધ લેખક – સંશોધક શ્રી ભરત બાપોદરાને અપાશે. શિક્ષણસેવા માટેનો “નાનુદાદા વીડિયા શિક્ષણસેવા એવોર્ડ” શિક્ષકશ્રી રસિકભાઈ અમીનને તો સમાજસેવા માટેનો “જામભા ઝાલા સમાજસેવા એવોર્ડ” પોઝિટિવ સ્ટોરીઝના સર્જક શ્રી રમેશ તન્નાને એનાયત કરવામાં આવશે.
લોકસાહિત્યની માર્મિક વાતો થકી સામાજિક જાગૃતિ લાવવા માટે કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસ માટે “અંજુ-નરશી લોકસાહિત્ય સન્માન” જાદવબાપા મોજડી (જાદબાપા ધામેલિયા) ને મરણોત્તર એનાયત કરવામાં આવશે.
“અંજુ-નરશી બાળસાહિત્ય ગુર્જર વૈભવ સન્માન” શ્રી ગિરીમાં ઘારેખાનને અપાશે.બાળસાહિત્યની એમની સેવાઓ માટે આપવામાં આવશે. “અંજુ-નરશી પર્યાવરણ સેવા સન્માન” શ્રી વિજયભાઈ ડોબરિયા(સદભાવના વૃદ્ધાશ્રમ)ને એમની અમૂલ્ય પર્યાવરણ સેવા માટે અપાશે. “અંજુ-નરશી સાહિત્યભાવક સન્માન” શ્રી ઉકાભાઈ વઘાસિયાને તથા “અંજુ નરશી બાળવીરતા પુરસ્કાર” દક્ષ કુંજડિયાને ટી.આર.પી. અગ્નિકાંડમાં અદમ્ય સાહસ અને સમજદારી દાખવી તેર કરતા વધું લોકોને બચાવવા દાખવેલી હિંમત માટે આપવામાં આવશે. “અંજુ નરશી બાળ પ્રતિભા સન્માન” શાબ્દિ દોશીને બાળ ઉંમરે બે હજાર જેટલાં બાળગીતો ગાવા માટે આપવામાં આવશે.
“અંજુ નરશી ભાષાસંવર્ધક સન્માન” શ્રી ઉમાકાન્ત રાજ્યગુરુને એમની ગુજરાતી ભાષાની ઉત્કૃષ્ટ સેવાઓ માટે આપવામાં આવશે. “અંજુ-નરશી બાળસાહિત્ય સંશોધક સન્માન ડૉ. પૂર્ણિમા પંડ્યાને એનાયત થશે તો ધરમશીદાદા મોરડિયા જ્ઞાનગુરુ સન્માન હસમુખ પંચાલને એનાયત થશે.
અંજુ-નરશી પારિતોષિક-પ્રથમ પુરસ્કાર (સંયુક્ત રૂપે) અનુક્રમે હુંદરાજ બલવાણી, હેતલ મહેતા, મહેશ ‘સ્પર્શ’, પારુલ બારોટ, હસમુખ ટાંક, કીર્તિદા બ્રહ્મભટ્ટને અપાશે. અંજુ-નરશી વિશિષ્ટ સન્માન આબિદ ભટ્ટ,વિજય સેવક, બિરેન પટેલ, નયના સુથાર,રિયાઝ દામાણી, ધાર્મિક પરમાર, જાગૃતિ રાજ્યગુરુ, માધવી આશરા, પ્રકાશ કુબાવત, હસમુખ બોરાણિયા, વાસુદેવ સોઢા, દુર્ગેશ ઓઝા, અર્જુનસિંહ કે. રાઉલજી,જૈનેશ પટેલને અપાશે.
“અંજુ-નરશી પારિતોષિક- ૨૦૨૫ અર્પણ સમારોહ” આવતીકાલે તા.૯ ને રવિવારે પ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે યોજાશે


















Recent Comments