બેન! આપડે દીકરી માટે કોઈ સારું ઠેકાણું હોય તો કેજો!
” ખેતીમાં નથી દેવી”!
આછું પાતળું ય, પણ ” સુંવાળા”માં દેવી છે!
( આ ” સુંવાળા” એટલે ” ખેતી ” કરતો મુરતિયો કે કુટુંબ નહીં !….. પણ )
આવી સામાજિક માનસિકતા જ્યારે જોર પકડી જ ગઈ હોય! ત્યારે ખેતી કાર્યોમાં ” સ્ત્રી શક્તિ”નું યોગદાન એ વિશે લખવાનું થાય ત્યારે ઘડીભર ” કલમ ” ય પૂછે! આપણે, આપણો સમાજ કઈ તરફ જઈ રહ્યો છે?
જો કે સાંપ્રત સમયમાં
આજે ” મધર ઈન્ડિયા” માં કે તેમની ફ્રન્ટ પેજ પરની તસ્વીરમાં દર્શાવાયેલ સ્થિતિ ” કૃષિ ક્ષેત્રે કાર્યરત સ્ત્રીઓની સાવ નથી”!
ને તોય ” સુંવાળીય” પણ નથી જ એ પણ હકીકતને પણ સ્વીકારવી પડે.
ખેર ! અહીં આપણે કૃષિ ક્ષેત્રે નારી શક્તિના યોગદાન વિશે વિચારીએ.
એક અંદાજ મુજબ ૪૩.૯૨લાખ સ્ત્રીઓ માત્ર ગુજરાત માં જ ” સવાર પડે ને કૃષિ પ્રવૃતિથી પોતાના દિવસનો શુભારંભ કરે છે.”! પુરષો તો ” બાઇક” લઈને કે ટ્રેકટર કે બળદગાડી લઈને ખેતરે જાય અને ઘણીવખત એ નારી શક્તિને સીમમાં મૂકીને અન્ય જરૂરી કામે પણ વળગી જાય છે. સ્ત્રીઓજ ” જગતના તાત” ની ” લાજ” ગણી શકાય. કૃષિલક્ષી પ્રવૃતિ આખો દિ કરી રાખે છે.તેમ કહેવું આસ્થાને નહીં જ ગણાય.
સરકારશ્રીના કૃષિ અને કૃષિ સલગ્ન વિભાગો દ્વારા પણ કદાચ એટલે જ આ સંદર્ભ ખાસ તાલીમની વ્યવસ્થાઓ કરવામાં કૃષિ ક્ષેત્રે કાર્યરત સ્ત્રીઓ માટે સતત ,નિયમિત કરવામાં આવી રહી હોય છે. કૃષિમાં સ્ત્રીઓ કઈ પ્રવૃતિ કરે છે તે જણાવવાને બદલે આજની આધુનિક સ્ત્રી કૃષિ ક્ષેત્રે પણ ” સવાઇ મર્દ” બની તમામ પ્રવૃતિઓ કરે જ છે.હા, અને અમુક ” નોર્થ ઇસ્ટ”ના રાજ્યોમાં તો સ્ત્રીઓ સિવાય તે ખેતી પ્રવૃતિઓ અસંભવ જ બની ગઈ છે. ઉદાહરણ રૂપે ચાના બગીચામાં એ પર્વતીય ઢોળાવ પર ચાય પત્તી ચૂંટવી
જોકે આ પુરૂષાર્થની અવેજીમાં સ્ત્રીઓને શું પ્રાપ્ત થયું ? તેમ કોઈ પૂછે તો ,કહેવું પડે કે…….” અનેક તોલા સોનુ” પણ સારા દિવસો/વરહ માં આપણા જ કિસાન બંધુઓ / સ્વજનો /કુટુંબીઓએ લીધેલાના દાખલા પણ મોજુદ છે.
( જોકે આ વાત અત્યારે ” કપરો કાળ” ભોગવતા ખેડુ માટે ઘણું અઘરું છે)
હવે વાત વિસ્તારથી કરીએ તો ” બાય ડિફોલ્ટ” કૃષિ એ ” પ્રાકૃતિક પ્રવૃતિ” છે.વ્યવસાય તો તેને કળિયુગે બનાવેલ છે.
” પંચ મહાભૂતો”
(આકાશ,પૃથ્વી,પાણી,અગ્નિ..) સાથે જો પ્રકૃતિના આ પાંચ મહાભૂતો એ જ ઘડેલા માનવ દેહને એકાકાર થઇ ” જીવનની સાચી મોજ” રોજ લેવી હોય તો ” કૃષિ” થી ઉત્તમ કોઈ પ્રવૃતિ આ પૃથ્વી પર નથી.એ સત્ય છે.
અને આ સત્યનો સાક્ષાત્કાર થઈ જતા અનેક વિશિષ્ટ કિસ્સાઓ માધ્યમો દ્વારા આપણને જાણવા મળે છે.જેમાં એક એક કરોડના વાર્ષિક પેકેજો,મહાનગરનો વસવાટ,ગાડી,બંગલા,
એ. સી,કોમ્પ્યુટર,… “ધાણી ફૂટ ” અંગ્રેજી બોલતા સમાજમાંથી ,સાપ કાંચળી ઉતારે તેમ ,તે કારકિર્દીને સ્વેચ્છાએ અલવિદા કહી પ્રકૃતિના ખોળે આવી ગયેલ …. આઈ.આઈ. ટી.કે આઈ. આઈ. એમ.ના યુવા,યુવતી,…ની વાત પણ છે.
આપણા અમરેલી અને ભાવનગરના જ ખેડુતોની ખેતી છોડીને મહાનગરોમાં હિજરત,સંઘર્ષ ,વિકાસ …અને ” વિકાર”! ( ફાર્મ હાઉસોમાં યોજાતી ” પીવાની” અને “ખાવાની” પાર્ટીઓ અને તેમાં પણ આધુનિક વિચારધારાથી લથપથ કોઈ ” બેન ,દીકરીઓ,યુવતીઓની સક્રિય ભાગીદારીના સાચા / ખોટા સમાચારો જ્યારે ધ્યાન પર આવે છે ! ત્યારે દુઃખ અને હતાશા અનુભવાય છે કે આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે? ક્યાં જશે?
પરંતુ તુર્તજ ” શુભમાંથી શ્રદ્ધા કદી ન ગુમાવવી ” ના શીખેલ અભિગમથી સમતોલન જળવાય છે.અને રોજ નવી સવારે …એક રોજ નવો આશાવાદ…. કે” સૌ સારા વાના થઈ જાશે”!
વર્ક ફોર્સની મહત્તા નીચેની લાઈનમાં પ્રતિબિંબિત થઈ જાય છે. અનેક સંઘર્ષો, કુદરતી થપાટો સહન કરીને એક ફિનીક્ષ પક્ષીની માફક રાખમાંથી ઉભા થઈને ફરી નવસર્જન કરતી એ નારી શક્તિની શત શત પ્રણામ સાથે
” કામ કરે ઈ જીતે રે માલમ,કામ કરે ઈ જીતે”!
” આવડો મોટો ” મલક ” આપડો!
બદલે બીજી કઈ રીતે? હે માલમ!
બદલે બીજી કઈ રીતે!
હાલો ભાઈ !
કામ કરે ઈ જીતે!
( ફરી વળગી એ કામે ભાઈ બંધ!
ફરી વળીએ કામે!
મૂકી નફા નુકશાન ” ઉપર વાળા ” ને નામે ! ભાઈબંધ
ફરી વળગી એ કામે !
આમ પ્રારબ્ધ અને પુરૂષાર્થની પાતળી ભેદરેખા વચ્ચે પિસાતો ખેડૂતને આ નારી શક્તિના કૃષિ ક્ષેત્રે યોગદાનને અવગણી તો કદી પણ ન શકાય


















Recent Comments