અમરેલી

ધારીની સહકારી મંડળીએ ખેડૂતોની પડખે ઊભા રહેવા બદલ મુખ્યમંત્રી અને કૃષિમંત્રી નો આભાર વ્યક્ત કર્યો

રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદની નુકસાનીની સ્થિતિ બાદ ખેડૂતોની પડખે રહી અને ગતરોજ રૂ. ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજને અમરેલી જિલ્લાના ધારી તાલુકાની શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી (FPO)એ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કર્યો છે.

આ કૃષિ રાહત પેકેજ બદલ આભાર વ્યક્ત કરતા મંડળી વતી શ્રી, ભાવનાબેન ગોંડલિયાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદના કારણે તમામ પાકને જણસને નુકસાન પહોંચ્યું હતું. એ નુકસાનને પહોંચી વળવા થઈ અને ખેડૂતોની પડખે ઉભી રહેવા માટે મુખ્યમંત્રીશ્રીએ ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ આપ્યું છે અને સાથે આશ્વાસનરૂપ સરકાર સાથે ઊભી રહી છે તે બદલ રાજ્ય સરકારનો આભાર. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારનો કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સંવેદનશીલ નિર્ણય થકી રૂ.૧૦,૦૦૦ કરોડનું કૃષિ રાહત-સહાય પેકેજ તથા રૂ.૧૫,૦૦૦ કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણની ભાવનાનું પ્રતિબિંબ છે.

Related Posts