અમરેલી

ખેડૂતોને સહાયરૂપ થવા ઐતિહાસિક રૂ.૧૦ હજાર કરોડના રાહત પેકેજને આવકારતા અમરેલી માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન પી.પી.સોજીત્રા

કમોસમી વરસાદના મારથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે, ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોની પડખે રહી ઐતિહાસિક રૂ. ૧૦ હજાર કરોડના સહાય પેકેજ જાહેર કર્યું છે, જેને અમરેલી એ.પી.એમ.સી.ના પૂર્વ ચેરમેન તથા હાલ ડાયરેક્ટર તરીકે કાર્યરત અને સહકારી અગ્રણી શ્રી પી.પી.સોજીત્રાએ આવકાર્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ અને માવઠાથી ખેડૂતોને પારાવાર નુકસાની થઈ છે, ત્યારે ખેડૂતોને સહાયરૂપ રાજ્ય સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જે અંતર્ગત ખેડૂતોને ૧ એક્ટર દીઠ ૨૨ હજાર એમ ૨ હેક્ટરની મર્યાદામાં ૪૪ હજારની સહાય મળશે. આ ઉપરાંત રાજ્ય સરકારે રૂ. ૧૫ હજાર કરોડની કૃષિ જણસીઓ ટેકાના ભાવે ખરીદી કરશે. આમ, ખેડૂતોને મદદ મળી રહેશે.

તેમણે ખેડૂતો હિતના આ નિર્ણય માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા સહિત રાજ્ય સરકારના મંત્રીમંડળના સૌ સભ્યોનો અમરેલી જિલ્લાના ખેડૂતો વતી આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts