અમરેલી

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૨૯૮ કિ.મીના ૭૧ રસ્તાઓના રીસર્ફેસિંગનું કામ ટૂંક સમયમાં શરૂ થશે

તાજેતરમાં અમરેલી જિલ્લામાં કુલ ૨૯૮.૦૮ કિ.મીના ૭૧ રસ્તાઓના રીસર્ફેસિંગના કામો મંજૂર કરવામાં આવ્યાં છે.

જિલ્લામાં રસ્તાઓના દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે, આ સાથે રસ્તાઓના રીસર્ફેસિંગ માટે પણ જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે.અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૭૧ રસ્તાઓની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેથી ટૂંક જ સમયમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની રીસર્ફેસિંગની કામગીરી શરૂ થશે.

અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ – પંચાયત હસ્તકના ૭૨ રસ્તાઓમાં રાયપર- સમઢીયાળા, ગરણી – પાનસડા, હેમાળ – કડીયાળી, ભેંકરા – લીખાળા, કુકાવાવ – નાજાપુર, કાતર – નાના બારમણ અને ડેડાણ – રાયડી સહિતના રસ્તાઓનો સમાવેશ થાય છે.

Related Posts