અમરેલી

દામનગર ગાયત્રી મંદિરે વિજ્યાબેન રસિકલાલ અજમેરા પરિવાર ના સહયોગ થી રવિવારે વિના મૂલ્યે દંતયજ્ઞ યોજાશે

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે પૂ. ધીરગુરુદેવની પ્રેરણાથી નિઃશુલ્ક દંતચિકિત્સા અને દાંતની બત્રીસીનો કેમ્પ યોજાશે વિજયાબેન રસિકલાલ અજમેરા પરિવાર ના સહયોગ શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ તથા ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજયુકેશન રાજકોટ દ્વારા નિષ્ણાંત દંતચિકિત્સકો ની તબીબી સેવા એ દામનગર ગામ અને આસપાસની જાહેર જનતાના લાભાર્થે દંત રોગો માટે વિના મુલ્યે દંત ચિકિત્સા અને દાંતની બત્રીસીના કેમ્પનું આયોજન શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજયુકેશન રાજકોટની ટીમના ડો.જયસુખભાઈ મકવાણા અને તેમની ટીમના મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, ડો. સંજય અગ્રાવત વિગેરે સેવા આપશે. કેમ્પ ઉપલબ્ધ સુવિધાઓ દાંત અને પેઢાના રોગોનું નિદાન જેમને આવશ્યકતા મુજબ દાંત-દાઢ આયુર્વેદની જાલંધર બંધ વિધિથી ઈન્જેક્શન વગર કાઢી અપાશે વિનામૂલ્યે દવાઓ વૃદ્ધ વ્યક્તિ જેમને દાંતની બત્રીસી (ચોકઠું) ની જરૂર હશે તેમને સ્થાન પર જ વિનામુલ્યે બત્રીસીનું માપ લઇ બનાવી આપવામાં આવશે.તારીખ : ૧૬-૧૧-૨૦૨૫, રવિવાર સમય : સવારે ૯ થી ૧ સુધી સ્થળ : ગાયત્રી મંદિર, દામનગર, તા. લાઠી, જી. અમરેલી ઉદારદિલ દાતા વિજ્યાબેન રસિકલાલ અજમેરા, હ. પારૂલ કેતન અજમેરા દામનગર નિવાસી, જુહુ-વિલેપાર્લે, મુંબઇ નામ નોંધાવા માટે ભરતભાઈ ભટ્ટ : ૯૪૨૬૪ ૨૨૮૧૧ દેવચંદભાઈ આલગિયા : ૯૪૨૮૩ ૪૩૭૫૫ નટુભાઈ ભાતિયા  ૯૦૧૬૩ ૩૩૩૦૦ નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે

Related Posts