અમરેલી

થાક્યા હાર્યા વગર એ ભૂમિપુત્રો ફરી કામે વળગી જાય છે

સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ચારે તરફ ખેતરોમાં પાણીને કારણે ભીનાશ પ્રવર્તી હતી. પરંતુ હવે થોડી વરાપ થતા ખેડૂતોએ ફરી  મગફળી કાઢવાનું શરૂ કર્યું..

આમ થોડી કળ વળે એ દિશામાં ભૂમિપુત્રો પ્રયત્નશીલ પણ રહે છે. આખરે પેટ અને રોજીરોટી માટે જે થાય તે તમામ કોશિશો ખેડૂતો કરી જાણે છે. આખરે તો જગતનો તાત છે અનેક નિરાશાઓ આફતો સાથે બાથ ભીડતાં એ ભૂમિપુત્રોને શત શત નમન

Related Posts