અમરેલી

સાવરકુંડલા શહેરમાં અનુભવાતો  બેવડી ઋતુનો માહોલ. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા તાપમાનમાં વધઘટ રહેશે

લઘુતમ તાપમાન ૧૫થી ૧૬ અને મહત્તમ તાપમાન ૩૦થી ૩૨ ડિગ્રી સુધી જોવા મળેલ. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર હવે ગુજરાતના વાતાવરણ પર દેખાઈ રહી છે. રાજ્યભરમાં ઠંડીના ચમકારાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા સૂકા અને ઠંડા પવનોના કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. બે દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. ત્યાર બાદ ઠંડીનો ચમકારો વધશે.હવામાન પ્રમાણે આગામી બે દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. ત્યાર બાદ ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા તાપમાનમાં વધઘટ જોવા મળશે. લઘુતમ તાપમાન ૧૫થી ૧૬ અને મહત્તમ તાપમાન ૩૦થી ૩૨ ડિગ્રી સુધી રહેશે. હાલમાં રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરે ગરમી પડતાં

બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા

અમરેલી જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો ૨૦  ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે, જે શિયાળાની ઋતુનું આગમન સૂચવે છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે. લોકોએ સ્વાસ્થ્ય જાળવવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.

Related Posts