અમરેલી

જિલ્લામાં વિઝીટર તરીકે માનદ વેતન પર વિવિધ થેરાપીસ્ટ તરીકે જોડાવા ઇચ્છુક યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી

અમરેલી જિલ્લામાં દિવ્યાંગ બાળકો માટે તમામ તાલુકા ક્લસ્ટર કક્ષાના રિસોર્સ રૂમ પર માનદ વેતન પર થેરાપીસ્ટની સુવિધા પૂરી પાડવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો, એન.જી.ઓ.એ અરજી કરવી. ફિજીયોથેરાપીસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ડીપ્લોમાં ઈન ફિજિયોથેરાપી ડી.બી.ટી અથવા બેચરલ ઓફ ફિજિયોથેરાપી બી.પી.ટી છે.

ઓડિયોલોજી અને સ્પીચ થેરાપીસ્ટ માટે લાયકાત ડીપ્લોમા ઈન હિયરિંગ લેંગ્વેજ એન્ડ સ્પીચ ડી.એચ.એલ.એસ અથવા બેચરલ ઓફ સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી બી.એ.એસ.એલ.પી છે. સાયકોલોજીસ્ટ માટે લાયકાત બેચરલ ઓફ આર્ટસ ક્લિનીક સાયકોલોજીસ્ટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં ઈન ક્લિનીકલ એન્ડ કોમ્યુનિકેશન સાયકોલોજી છે.

ઓક્યુપેશનલ થેરાપીસ્ટ માટે લાયકાત બેચરલ ઓફ ઓક્યુપેશનલ થેરાપીસ્ટ બી.ઓ.ટી અથવા બેચરલ પ્રોસ્થસિસ એન્ડ ઓર્થોસીસએન્જિ પી.એન્ડ ઓ એન્જી. છે. માનદ વેતન વિઝિટના રૂ. ૧,૦૦૦ રહેશે. આ મુજબ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો, એન.જી.ઓ તમામ શૈક્ષણિક અનુભવના પ્રમાણપત્રોની નકલ સહિત દિન ૭ માં રજીસ્ટર એ.ડીથી જિલ્લા પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષા, રોયલ કોમ્પ્લેક્ષ, ચીતલ રોડ,અમરેલીને સમય મર્યાદામાં અરજી કરવી. સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તેમ જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર-વ-જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, સમગ્ર શિક્ષા, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts