અમરેલી

રાજુલા તાલુકાનો કડીયાળી-ભેરાઈ-પીપાવાવ રોડ ૧૦ મીટર પહોળો થશે

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં માર્ગ મરામત-નવિનીકરણ અને રિસર્ફેસીંગ સહિતના કામો શરૂ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં માર્ગ મકાન રાજ્ય હસ્તકના કડીયાળી-ભેરાઈ-પીપાવાવ રોડને પહોળા કરવાનું કાર્ય કામ શરૂ કરવામાં આવ્યું છે.

૦૭.૦૦ મીટરની પહોળાઈ ધરાવતા હયાત સી.સી રોડ નવીનિકરણ સાથે ૧૦ મીટર પહોળો થશે. આ કામગીરી હાલ પ્રગતિમાં છે. નવો માર્ગ તૈયાર થવાથી પીપાવાવ પોર્ટ, રામપરા તથા ભેરાઈ આસપાસાના ગામોના રહેવાસીઓની વાહનવ્યવહારની સુગમતામાં વધારો થશે તેમ માર્ગ મકાન વિભાગ રાજ્યની એક યાદીમાં જણાવાયું છે.

Related Posts