ભાવનગરના સ્વચ્છ ભારત મિશન (અર્બન)ના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીને ભારતના Comptroller and
Auditor General (CAG) of Indiaના હેઠળ કાર્યરત International Centre for Audit of Local Governance (iCAL),
રાજકોટ તરફથી એક આંતરરાષ્ટ્રીય વેબિનારમાં ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ વેબિનારનું આયોજન 21 નવેમ્બર 2025ના રોજ Asian Organization of Supreme Audit Institutions
(ASOSAI) હેઠળના Working Group on Regional and Municipal Audit (WGRMA)ના સભ્ય દેશોના પ્રતિનિધિઓ
માટે કરવામાં આવી રહ્યું છે.
ડૉ. તેજસ દોશી “Community Driven Initiatives in Plastic Waste Management” વિષય પર પોતાના વિચારો
અને ભાવનગરના ઝીરો પ્લાસ્ટિક મિશનના સફળ અનુભવો રજૂ કરશે. ડૉ. દોશીએ તેમના પ્રોજેક્ટ થકી ભાવનગરને
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે.
iCAL દ્વારા આપવામાં આવેલ આમંત્રણ પત્રમાં જણાવાયું છે કે, ડૉ. દોશીએ Solid Waste Management, ખાસ
કરીને Plastic Waste Reduction ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કર્યું છે અને ભાવનગર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે
તેઓએ અસાધારણ નેતૃત્વ પૂરું પાડ્યું છે. તેમના આ કાર્યને દેશ-વિદેશના અર્બન મેનેજરોમાં ઊંચી માન્યતા પ્રાપ્ત
થઈ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનાર આ કાર્યક્રમમાં અનેક દેશોના સુપ્રિમ ઑડિટ ઇન્સ્ટિટ્યુશનના પ્રતિનિધિઓ
જોડાશે અને સ્વચ્છતા તથા પર્યાવરણ સુરક્ષા માટેના વૈશ્વિક ઉપાયો પર ચર્ચા થશે.
ડૉ. તેજસ દોશીએ જણાવ્યું કે, “આંતરરાષ્ટ્રીય મંચ પર ભવનગરના સ્વચ્છતા પ્રયત્નોને રજૂ કરવાની તક
મળવી ગૌરવની બાબત છે. ભવનગરના નાગરિકો અને સ્વચ્છ ભારત મિશન ટીમના સહકારથી જ આ શક્ય બન્યું
છે.”
ભાવનગરના ડૉ. તેજસ દોશી ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગેસ્ટ સ્પીકર તરીકે ભાગ લેશે, CAG ની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં 30 થી વધુ દેશોના પ્રતિનિધિઓને સંબોધશે





















Recent Comments