ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે મેયર
શ્રી ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં “જનજાતિય
ગૌરવ વર્ષ” ની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે મેયર શ્રી ભરતભાઈ બારડે ભગવાન બિરસા મુંડાજીની યાદમાં જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીની
શરૂઆત કરનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આદિજાતિ સમાજનો
ઈતિહાસ વર્ષોથી સાહસ, શોર્ય, ખમીરવંતો અને ગૌરવશાળી રહ્યો છે. ભગવાન બિરસા મુંડાજીએ આઝાદી માટે નાની
વયે જ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમના જીવન કવન વિશે આપણે ચોક્કસ જાણવુ જોઈએ. ધરતી
આબા ભગવાન બિરસા મુંડાજીના જીવનમાંથી આપણે સૌએ પ્રેરણા લઈ સમૃદ્ધ, સશક્ત અને શિક્ષિત સમાજના નિર્માણ
માટે પ્રતિબદ્ધ થવા તેમણે અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આગામી વર્ષોમાં ભારતને વિકસીત બનાવવાનો છે ત્યારે આદિજાતિ સમાજનું સક્રિય
યોગદાન પણ મહત્વનુ સાબિત થશે. વધુમાં તમામ લોકોને સરકારી યોજનાઓની જાણકારી આપી લોકોને વિવિધ
વિભાગના યોજનાકીય લાભો લેવાં અનુરોધ કર્યો હતો.
જનજાતિ કલ્યાણ આશ્રમ, સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક શ્રી કપિલ મહિપતરાય દવેએ જનજાતિય ગૌરવ વર્ષ
અને બિરસ મુંડાજીના જીવન પર પ્રવચન આપતા આદિજાતિ ગૌરવવંતા ઇતિહાસને યાદ કર્યો હતો.
આ તકે જિલ્લાના આદિજાતિ વિદ્યાર્થીઓને તથા રમત ગમત ક્ષેત્ર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રમતવીરો તેમજ
વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ અને મેડીકલ કેમ્પનું પણ આયોજન
કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, કમિશનર શ્રી નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ
અધિકારીશ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરૂ, આગેવાન શ્રી કુમારભાઈ
શાહ, શ્રી રાજીવભાઈ પંડયા, શ્રી હરેશભાઈ પરમાર, ઇન્ચાર્જ આદિજાતિ મદદનીશ કમિશનર શ્રી કાજલબેન ચાવડા
સહિત અન્ય પદાધિકારીઓ- અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.





















Recent Comments