ભાવનગર

સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પાંચતલાવડા ગામની શાળામાં બાળકોના આરોગ્યની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પાંચતલાવડા ગામની શાળામાં બાળકોના આરોગ્યની જાગૃતિ માટે
કાર્યક્રમ યોજાયો હતો. સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત થયેલ આયોજન દ્વારા ગામમાં આરોગ્ય તકેદારી હેતુ
યાત્રા પણ યોજાઈ હતી.
સિહોર તાલુકાનાં સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત પાંચતલાવડા ગામે વાહકજન્ય અને પાણીજન્ય
રોગો સામે અટકાયતી પગલાં માટે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રના નિરીક્ષક શ્રી
મિતેશભાઈ ગોસ્વામી દ્વારા વિદ્યાર્થીઓને વિગતવાર તકેદારીના પગલાં સમજાવવામાં આવ્યા હતા. આરોગ્ય કાર્યકર
શ્રી વિજયભાઈ ચારણિયા સમગ્ર આયોજનમાં રહ્યા હતા.
પાંચતલાવડા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય શ્રી મગનભાઈ પરમારના સંકલન સાથે આરોગ્ય વિભાગ
દ્વારા બાળકોને આરોગ્ય જાગૃતિનાં પાઠ ભણાવાયા હતા. શાળા શિક્ષકગણ શ્રી રચનાબેન ઓધારિયા, શ્રી શિલ્પાબા
ગોહિલ તથા શ્રી મેહુલભાઈ ઠંઠ દ્વારા વિદ્યાર્થી બાળકોને આરોગ્ય સંદર્ભે તકેદારી રાખવામાં આવે જ છે. સરપંચ શ્રી
બાલાભાઈ ડાંગરની ઉપસ્થિતિ સાથે આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં આરોગ્ય તકેદારી હેતુ યાત્રા પણ યોજાઈ હતી,
જેમાં બાળકોએ આરોગ્ય જાગૃતિ સંદર્ભે સૂત્રો ઉચ્ચાર્યા હતા.

Related Posts