અમરેલી

સાવરકુંડલા શહેરના આંગણે બોટાદ ધામ શતામૃત મહોત્સવના ઉપક્રમે પરમ પૂજ્ય સદ્ગુરુ સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના શ્રીમુખે 2041ની ઘરસભાનું ભવ્ય-દિવ્ય આયોજન સંપન્ન

સાવરકુંડલા, તા. ૧૩ નવેમ્બર ૨૦૨૫ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર બોટાદ ધામના શતામૃત મહોત્સવના ઉપલક્ષમાં સાવરકુંડલા શહેરના આંગણે એક અદ્ભુત આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરઘાર ધામના પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ 2041 મી ઘરસભાનું ભવ્ય અને દિવ્ય આયોજન કર્યું હતું, જેમાં હજારો હરિભક્તોની ઉપસ્થિતિએ વાતાવરણને ભક્તિમય અને આનંદમય બનાવ્યું હતું.પૂજ્ય શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ પોતાના પ્રવચનમાં જોગીદાસબાપુ ખુમાણ ને યાદ કરી સાવરકુંડલાનો ગૌરવ વંતો ઇતિહાસ સાથે ઘર-પરિવારમાં એકતા, પરસ્પર પ્રેમ, સંસ્કારોનું મહત્ત્વ તેમજ રાષ્ટ્રપ્રેમ અને ધાર્મિક મૂલ્યોના સંરક્ષણ પર ગહન આધ્યાત્મિક જ્ઞાનપીઠ આપ્યું હતું. તેમના શબ્દોએ ઉપસ્થિત ભક્તોના હૃદયમાં ભક્તિની જ્યોત પ્રગટાવી અને જીવનને સાર્થક બનાવવાનો સંદેશ આપ્યો હતો. આ ઘરસભામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, સાવરકુંડલા તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલાના પૂજ્ય સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક પ્રતિષ્ઠિતો અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.આ ભવ્ય ઘરસભાનું યજમાનપદ સમજુબા જેમ્સ સાવરકુંડલા તથા એસ.પી. ગ્રુપ, વડોદરાના પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રી સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા પરિવાર દ્વારા ભક્તિભાવપૂર્વક સ્વીકારવામાં આવ્યું હતું. તેમના પરિવારની ઉદારતા અને ભક્તિના કારણે આ કાર્યક્રમ વધુ ભવ્ય અને સફળ બન્યો હતો.આ મહોત્સવે સાવરકુંડલા શહેરને આધ્યાત્મિકતાના રંગે રંગી દીધું હતું અને બોટાદ ધામની શતાબ્દી ઉજવણીને વધુ ગૌરવપૂર્ણ બનાવી હતી. આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં ધર્મ, સંસ્કાર અને રાષ્ટ્રભક્તિનો સંદેશ વધુ ગાઢ બની રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી છે.

Related Posts