ભાવનગર

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2025માં વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ- તળાજા સ્કૂલની બે કૃતિઓ રહી પ્રથમ

આજ રોજ તળાજા તાલુકાના ક્લસ્ટર કક્ષાએ યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025 અંતર્ગત વિભાગ 4-B માં મેથ્સ મેજિક બોર્ડ તેમજ વિભાગ 5-A માં કાર્બન પ્યુરિફિકેશન એમ બંને કૃતિઓએ પ્રથમ નંબર મેળવ્યો હતો. આ તકે પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ, કૃતિના માર્ગદર્શક શિક્ષિકા બહેનો સોલંકી સોનલબેન તથા ચૌહાણ સેજલબેનને શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે.

Related Posts