ભાજપનાં નેતૃત્વવાળા એન.ડી.એ. ગઠબંધનનો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થતાં
અમરેલીનાં ડૉ. જીવરાજ મહેતા ચોક (રાજકમલ) ખાતે જીલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણીની આગેવાનીમાં
હોદેદારો-કાર્યકરોએ ફટાકડા ફોડીને ભાજપના વિજયને વધાવ્યો હતો.
બિહાર વિધાનસભામાં એન.ડી.એ.ના ૨૦૨ બેઠકોમાં શાનદાર વિજય સાથે લોકોએ ફરી પ્રધાનમંત્રીશ્રી
નરેન્દ્ર મોદીજી તેમજ મુખ્યમંત્રીશ્રી નીતિશકુમારના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિરોધપક્ષ ફરી નિષ્ફળ
રહ્યો, કોંગ્રેસે નાલેશીજનક હારનો સામનો કરવો પડ્યો તો રાજકીય સલાહકારનાં પક્ષનો કરૂણ રકાસ થયો હતો.
અત્રે જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, મહામંત્રી મેહુલ ધોરાજીયા, ખજાનચી દિપક વઘાસિયા,
અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મનિષ સંઘાણી, શહેર ભાજપ પ્રમુખ
વિજય ચોટલિયા, મહામંત્રી યોગેશ ગણાત્રા, રાકેશ સાવલિયા, રેખાબેન માવદિયા, સહકારી અગ્રણી અનિલ
વેકરિયા, ભાજપ અગ્રણી કેતન ઢાંકેચા, વનરાજભાઈ કોઠીવાળ, દિવ્યેશ વેકરિયા, અલકાબેન ગોંડલિયા, પ્રવિણ
ચાવડા, રમેશભાઈ શિંગાળા સહિત શહેર ભાજપના હોદ્દેદારો તેમજ અમરેલી નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત
રહ્યાં હતાં તેમ જીલ્લા ભાજપની યાદીમાં જણાવ્યું
બિહાર વિધાનસભા વિજયને વધાવતા જીલ્લા ભાજપ પ્રમુખકાર્યકરોએ મોં મીઠા કર્યા તેમજ આતશબાજી કરી જીતને વધાવી ભાજપનો ૮૯ બેઠકો પર વિજય

















Recent Comments