‘કુંડાળુ’: ઉત્તર ગુજરાતની અનટોલ્ડ સ્ટોરી. ૭ ઈન્ટરનેશનલ અવૉર્ડ્સ જીતી ફિલ્મે ઈતિહાસ રચ્યો, અદૃશ્ય, અસ્વીકૃત અને અવગણાયેલા જીવનના પાત્રોની સફર
આ ફિલ્મમાં એક છોકરાની ભૂમિકા ભજવનાર હર્ષવર્ધન રાઠોડ મૂળ સાવરકુંડલાના અને ફોટોગ્રાફી માટે ગજબનો શોખ ધરાવતા હોય સમય અને સંજોગે તેમને આવી ખૂબ ઉત્કૃષ્ટ ફિલ્મમાં રોલ મળતાં સાવરકુંડલાના શહેરીજનોમાં પણ ભારે ઉત્સાહ અને આનંદ છવાયેલ જોવા મળે છે.
આ સાથે તેમણે પોતાની કેરિયર સંદર્ભે જણાવ્યું હતું કે 2021માં મને પહેલી વાર ફિલ્મમાં BTS આર્ટિસ્ટ તરીકે કામ કરવાની તક મળી — એક નાની શરૂઆત, પણ એ શરૂઆતે મને આ ક્ષેત્ર વિશેની દરેક શીખ આપી.
ત્યારથી લઈને આજે સુધીની સફર શીખ, જુસ્સો અને વિકાસથી ભરેલી રહી છે.
અને આજે આ ફિલ્મમાં એક્ટિંગ કરવાની તક મળવી મારા માટે સ્વપ્ન પૂરું થવા જેવી લાગણી છે. આવી સુંદર તક પ્રાપ્ત કરતાં હર્ષવર્ધને જણાવ્યું હતું કે આ સમગ્ર ગૌરવનો યશ તેમના માતાપિતાને આપે છે. તેમના પિતાજીની સતત કાળજી અને પિતાજીની પંદર વર્ષથી ગેરહાજરી થતા તેમના માતુશ્રીએ સખત પુરૂષાર્થ દ્વારા તેના જીવન ઘડતરમાં મહત્વનું યોગદાન આપ્યું જે કદીપણ ભૂલી શકાય તેમ નથી આમ વ્યક્તિ નિર્માણની નોંધનીય પ્રગતિમાં માતાપિતાનો અમૂલ્ય ફાળો અને આશીર્વાદ ધકી જ વ્યક્તિ એક ચોક્કસ ઊંચાઈ સુધી પહોંચી શકે છે એ બાબત પણ અહીં સ્વીકારવી જ રહી
હર્ષવર્ધન પોતે સાવરકુંડલાના વિસ્તારોને આવરી લઈને એક ફિલ્મનું નિર્માણ કરવાની મહત્વકાંક્ષા પણ સેવી રહ્યા છે.

















Recent Comments