તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. આપની જનકલ્યાણકારી સરકાર દ્વારા ખેડૂતોને રાહતરૂપ થવા માટે રૂ. 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જે બદલ પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રી નો પત્ર પાઠવીને આભાર વ્યક્ત કરવામાં આવેલ અને ત્યાર બાદ પત્ર માં ખેડૂતો ની પરીસ્થિતિ ને પણ વર્ણવી હતી જેમાં નાના ખેડૂત અને તાજેતર માં અવસાન પામેલ ખેડૂતો ના વારસદારો ની લાગણી ને ધ્યાને લઈને બે મુદ્દા પર સરકારશ્રી ને ધ્યાન દોર્યું છે
(૧) સહાય પેકેજની અમલ પ્રક્રિયામાં બે હેક્ટર માં ૪૪૦૦૦ નક્કી કરવામાં આવેલ છે, ત્યારે ઘણા બધા ખેડૂત ખાતેદારો દોઢ હેક્ટર અને બે હેક્ટર થી ઓછી જમીન ધરાવતા ખેડૂત ખાતેદારોના અલગ અલગ ખાતા હોય તેવા ખેડૂતોના ખાતાને આવરી બે હેકટરની મર્યાદા માં સહાય ચુકવવામાં આવે
(૨) તથા તાજેતરમાં ખેડૂત ખાતેદાર અવસાન પામેલ એવા ખાતેદાર ખેડૂતોના વારસદારોએ વારસાઈ કરવાની બાકી હોય, તેવા તમામ ખેડૂત ખાતેદારો નો પણ સમાવેશ કરવામાં આવે જેથી ખેડૂત ખાતેદારનું અવસાન થયેલું હોવા છતાં ખેતીનો બોજો તથા આર્થિક મુશ્કેલીઓ વારસદારો પર જ આવે છે. તેથી આવા લાભાર્થીઓને સહાયમાંથી વંચિત નહી રાખવા ખાસ અનુરોધ પણ કરેલ છે .
નાના તમામ ખેડૂતો તથા અવસાન પામેલ ખાતેદારોના કાનૂની વારસદારોનો વર્ષ 2025 ના સહાય પેકેજમાં તાત્કાલિક સમાવેશ કરી તેમને યોગ્ય વળતર આપવામાં આવે, જેથી તેઓ આ કુદરતી આપત્તિમાંથી બહાર આવી શકે.આપ સહાનુભૂતિપૂર્વક આ બાબતનો વિચાર કરી હકદાર ખેડૂતોને યોગ્ય ન્યાય આપવવામાં આવે તેવી ખડૂતો વતી લાગણી વ્યક્ત કરી ને મુખ્ય મંત્રી શ્રીને પત્ર પાઠવામાં આવેલ છે

















Recent Comments