ગુજરાત સરકાર દ્વારા દર્દીઓને તાકીદની સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા શરૂ
થયેલી ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા સગર્ભા મહિલાઓ માટે ખાસ ઉપયોગી બની છે. કેટલીક વાર સગર્ભા
મહિલાઓની પ્રસુતિ ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ કરવી પડતી હોય છે. આવામાં ભાવનગરના સણોસરા પાસે
વાડી વિસ્તારમાં ૨૪ વર્ષના સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડા થતા ૧૦૮ રંઘોળા લોકેશન ટીમને જાણ
કરવામાં આવી હતી. રંઘોળા લોકેશન ખાતે કાર્યરત ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા EMT દિપકભાઈ
ઉણેસા અને પાયલોટ અબ્બાસભાઇ મહેતર સગર્ભા મહિલાને સિહોર સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે
તાત્કાલિક એમ્બ્યુલન્સ લઈને સ્થળે પહોચ્યા હતા.
સિહોર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જતા રસ્તામાં જ સોનગઢ નજીક સગર્ભા મહિલાને
અસહ્ય પીડા થવાથી રસ્તામાં (એમ્બ્યુલન્સમાં) જ પ્રસુતિ કરવી પડે તેવી જાણ થતાં EMT દિપકભાઈ ઉણેસા
અને પાયલોટ અબ્બાસભાઇ મહેતરએ પોતાની સૂજબુજ અને તાલીમના અનુભવને આધારે સગર્ભા
મહિલાની એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલેવરી કરાવી હતી. જ્યાં માતાએ દીકરીને જન્મ આપ્યો હતો.
માતાની સફળ અને સલામત પ્રસૂતિ કરાવવા ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડીલીવરીના સાધનો,
દવાઓ તથા ટેકનીકનો ઊપયોગ કરીને માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. ત્યારબાદ
તેમને સિહોર સિવિલ હોસ્પિટલખાતે લઈ જવામાં આવ્યા હતા. માતા અને બાળક સ્વસ્થ હોવાથી
પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી EMT દિપકભાઈ ઉણેસા અને પાયલોટ અબ્બાસભાઇ
મહેતરનો આભાર વ્યક્ત કર્યો હતો અને સિહોર સિવિલ હોસ્પિટલ ખાતે તેમની આ કામગીરીને
બીરદાવવામાં આવી હતી.
ભાવનગર ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમની પ્રશંસનીય કામગીરી : સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળકીનો જીવ બચાવ્યો

















Recent Comments