અમરેલી

સાવરકુંડલાના નેસડી રોડ પર આવેલા શ્રી કૃષ્ણ ગૌશાળા (પાંજરાપોળ) ખાતે બાયોગેસ પ્લાન્ટ અને ધન જીવામૃત પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું

સાવરકુંડલામાં પ્રાકૃતિક ઊર્જા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે, શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ (પાંજરાપોળ), નેસડી રોડ, સાવરકુંડલા ખાતે બાયોગેસ પ્લાન્ટ અને ધન જીવામૃત બનાવવાના પ્રોજેક્ટનું ભૂમિપૂજન યોજવામાં આવ્યું છે.આ ભૂમિપૂજન કાર્યક્રમ

તા. ૧૫/૧૧ ને શનિવારના રોજ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને સાંસદ ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ આ તકે સાવરકુંડલા ભાજપ અગ્રણીઓ સાથે ગૌપ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટનું આયોજન ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA), ગાંધીનગર તેમજ ગુજરાત બાયોએનર્જી ફર્ટિલાઈઝરનાં સહકારથી કરવામાં આવ્યું છે.   આ પ્રસંગે બહોળી સંખ્યામાં શહેરીજનો પધારેલ.

શ્રી કૃષ્ણ ગૌશાળાની આ પહેલને સાવરકુંડલાના શહેરીજનોએ હર્ષભેર વધાવી લીધી હતી.આ પ્રસંગે શ્રી કૃષ્ણ ગૌશાળાના પ્રમુખ રાજુભાઇ બોરીસાગર દ્વારા હજુ પણ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અવનવા આયામો સંદર્ભ વિચાર કરવામાં આવશે એમ જણાવ્યું હતું. 

આમ બાયોગેસ અને ઘન જીવામૃત થકી પ્રાકૃતિક ખેતીને મહત્વ મળે તેવો પ્રથમ પ્રયાસને બિરદાવવા જેવો છે એમાં બેમત નથી. અમરેલી જિલ્લામાં આ પ્રથમ પહેલ છે. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તેમજ ગૌપ્રેમીઓએ ત્રિકમથી ભૂમિ પૂજન કરેલ

આશા રાખીએ ભવિષ્યમાં સાવરકુંડલાના ખેડૂતો બાયોગેસ સાથે ઘન જીવામૃતની ખેતી દ્વારા સાવરકુંડલા તાલુકાની ખેતી રસાયણ મુક્ત થાય.

Related Posts