અમરેલી

અમરેલીના પાણી દરવાજા સામે બિનવારસી અનાજનો જથ્થો મળી આવ્યો

તંત્રએ તપાસ કરતા ૯પ૦ કિલો ઘઉં હોવાનું માલુમ પડ્યું

અમરેલી શહેરમાં આવેલા પાણી દરવાજા નજીક ખુલ્લા મેદાનમાં અનાજનો બિનવારસી જથ્થો મળી આવતા મામલતદારની ટીમ દ્વારા અનાજનો જથ્થો સીઝ કરી જથ્થા બાબતે તપાસ હાથ ધરી છે.
અમરેલીના પાણી દરવાજા સામે ખુલ્લી જમીનમાં અનાજની ગુણી બિનવારસી હાલતમાં પડેલી હોવાની મામલતદારની ટીમને માહિતી મળી હતી. જેથી આ માહિતીના આધારે મામલતદારની ટીમના જ સોલંકી સહિતના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા જયાં અનાજનો બિનવારસી જથ્થો પડેલો હોય અનાજની તપાસ કરતા ગુણમાં ઘઉં ભરેલા હોય તેનું વજન કરતા ૯પ૦ કિલો હોવાનું જાણવા મળ્યુ છે. આ અનાજની કિંમત વજનકાંટા સહિત રૂ.ર૮૧પ૦ આંકવામાં આવી હતી. આ જથ્થો કોનો છે? અને અહીં કોણ મૂકી ગયું તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો મામલતદારની ટીમ દ્વારા આ જથ્થાને સીઝ કરી ગોડાઉનમાં મુકવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે સરકાર દ્વારા આપવામાં આવતા અનાજને લોકો ફેરીયાને વેંચી નાખી રોકડી કરે છે. આ કારણે અનાજનો જથ્થો વેચનાર લોકોના રેશનકાર્ડ રદ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Related Posts