બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા તારીખ ૧૫ નવેમ્બર ના રોજ સ્લમ વિસ્તાર ના વિચરતી અને વિમુક્ત જાતિ ના સરાણિયા, દેવીપુજક અને અન્ય જરૂરીયાત મંદ પરીવાર ની સગર્ભા બહેનોને સુખડી વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે બગસરા તાલુકાના I.C.D.A વિભાગ ના C D P O શ્રી આરતી બહેને, જન્મ નોંધણી અને માતાનાં પેટમાં બાળક હોય ત્યારે શું શું કાળજી રાખવી ?તેની સમજ આપેલ તેમજ બાળ કેળવણી મંદીર બગસરા સંસ્થા ના ઉપપ્રમુખ શ્રી જયશ્રીબેન શાહે બાળ માનસ ના ધડતર માં માતા ની ભૂમિકા વિશે સમજુતી આપેલ. સંસ્થા ના દરીયાદિલ દાતાઓના સહયોગથી ૨૭ બહેનો ને સુખડી વિતરણ કરવામાં આવેલ, તેમજ સગર્ભા બહેનોને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવેલ તેમ અર્જુન ભાઈ ચૌહાણ ની યાદી જણાવેલ છે.
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિ પરિવારોમાં સુખડી વિતરણ


















Recent Comments