video અમરેલી

સાવરકુંડલામાં ઐતિહાસિક બ્રહ્મ એકતાનું મહાપર્વ :  બ્રહ્મપુરી ભવનનું લોકાર્પણ અને ભવ્ય બ્રહ્મચોર્યાસી સંપન્ન

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ, સાવરકુંડલા દ્વારા આયોજિત એક દિવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ શુભ અવસર પર સાવરકુંડલા તાલુકાના હજારો ભૂદેવ પરિવારો એક સાથે ઉપસ્થિત રહીને ધાર્મિક એકતા ના પાવન અવસર ના સાક્ષી બન્યા હતા. આ કાર્યક્રમનો પ્રારંભ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સંચાલિત બ્રહ્મપુરી ભવનના ઉપરના વિભાગના શુભ લોકાર્પણ સાથે થયો. સમસ્ત બ્રહ્મ સમાજે તમામ પેટા જ્ઞાતિવાદના વાડાઓને દૂર કરીને, ધાર્મિક શિક્ષણ અને સમાજ એકતા ને વધુ સુદૃઢ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો, જેને વડીલશ્રીઓના આશીર્વાદ અને સમાજની બહોળી ઉપસ્થિતિ થી વધાવી લેવાયો. આ પાવન પ્રસંગે સમાજના વડીલો અને અગ્રણીઓની પ્રેરક હાજરી રહી હતી. આ લોકાર્પણ બાદ, સમસ્ત ભૂદેવ પરિવારો માં એકતા અને બંધુત્વની ભાવના વધારવાના ઉદ્દેશ્યથી સહ પરિવાર બ્રહ્મચોર્યાસી (સ્નેહ મિલન) અને ભવ્ય મહા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા તાલુકાના હજારો ભૂદેવ પરિવારો એ એક જ છત્ર હેઠળ સમૂહ ભોજન પ્રસાદનો લાભ લઈને સાચા અર્થમાં ધાર્મિક એકતા અને સામાજિક સમરસતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય આમંત્રિત મહેમાનો એ વિશિષ્ટ હાજરી આપી હતી, જેમણે સમાજને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડી ને કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સાંજે ૫:૩૦ કલાકે બ્રહ્મપુરી, વી. ડી. કાણકિયા કોલેજ સામે, સાવરકુંડલા ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટી મંડળે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ માનવ સેવા ટ્રસ્ટ, શ્રી પરશુરામ સેના – સાવરકુંડલા, શ્રી બ્રહ્મસેના – સાવરકુંડલા, તથા શ્રી સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ સહિતની તમામ સહયોગી સંસ્થાઓએ સક્રિયપણે જહેમત ઉઠાવીને આ ઐતિહાસિક પ્રસંગ ને યાદગાર બનાવ્યો હતો. અંતમાં, સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદીએ આ પવિત્ર પ્રસંગે પધારીને ધર્મ લાભ લેવા બદલ અને બ્રહ્મચોર્યાસી ભોજન પ્રસાદ નો લાભ લેવા બદલ સાવરકુંડલા તાલુકાના તમામ ભૂદેવ પરિવારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમ પત્રકાર યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે 

Related Posts