લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે રાજુલા ખાતે યુનિટી માર્ચ પદયાત્રામાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ બુલંદ થયો હતો.
રાષ્ટ્રીય એકતાના સંદેશને પ્રસરાવતી આ યુનિટી માર્ચ પદયાત્રામાં સાધુ સંતો, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી શ્રી બાબુભાઈ જેબલિયા, પ્રાંત અધિકારી ડો. મેહુલ બારાસરા સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ અને રાજુલાના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ યુનિટી માર્ચ પદયાત્રાના રૂટ ઉપર પદયાત્રિકોનું જુદા જુદા સમાજ અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા ઉત્સાહભેર પુષ્પવર્ષા કરીને સ્વાગત- અભિવાદન કરવામાં આવ્યું હતું.
૯૮- રાજુલા વિધાનસભા ક્ષેત્રની આ યુનિટી માર્ચ પદયાત્રા ડૉ. બાબા સાહેબ આંબેડકર સર્કલથી પ્રસ્થાન કરી, શહીદ ચોક, સરસ્વતી સ્કૂલ, ૐ લકુલીશ સ્કૂલ, છતડીયા ગામ,હિંડોરણા (R&B સ્ટેટ ઓફિસ)ના રૂટ પર ફરીને બાલક્રિષ્ના સ્કૂલ ખાતે પદયાત્રાનું સમાપન થયું હતું.
આ યુનિટી માર્ચ પદયાત્રાના પ્રારંભ પૂર્વે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મહાનુભાવોએ પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.
આ યુનિટી માર્ચ પદયાત્રાના સમાપન પ્રસંગે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ વિશાળ પદયાત્રામાં સહભાગીઓનો આભાર પ્રગટ કર્યો હતો, સાથે જ તેમણે જણાવ્યું કે, આ પદયાત્રામાં સર્વ સમાજના લોકો જોડયા છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રને એકતાના તાંતણે બાંધ્યું હતું, હવે તેને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા માટે સંકલ્પ કરવાનો પણ અવસર છે.
રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી શ્રી બાબુભાઈ જેબલિયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ની જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે, ત્યારે નવી પેઢી સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને જાણે તે પણ જરૂરી છે. તેમણે એમ કહ્યું હતું કે, રાષ્ટ્રને એક કરવામાં દેશી રજવાડાઓનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતું, તેમણે દેશ માટે પોતાના રજવાડા રાષ્ટ્રને સમર્પિત કરી દીધા હતા.
આ યુનિટી માર્ચ પદયાત્રામાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વિક્રમભાઈ શિયાળ, અગ્રણી સર્વશ્રી મયુરભાઈ દવે, ધીરજભાઈ પુરોહિત, પીઠાભાઈ નકુમ, જીગ્નેશભાઈ, રવુભાઈ, જાફરાબાદના મામલતદાર શ્રી એમ. બી. લકુમ, રાજુલાના મામલતદાર શ્રી એચ.બી. પુરોહિત, ચીફ ઓફિસર શ્રી ગૌસ્વામી સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને રાજુલાના નગરજનો પદયાત્રામાં જોડાયા હતા.




















Recent Comments