દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે
પાલીતાણા વિધાનસભા વિસ્તારની ‘સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ’ પદયાત્રાને પાલીતાણાના ઠાડસ પ્રાથમિક શાળા
ખાતેથી ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા,ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા તેમજ શ્રી
જે.વી.કાકડીયાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી એવા
સરદાર સાહેબના એકતાના વિચારો જનજન સુધી પહોંચાડવાના માટે સમગ્ર રાજયમાં પદયાત્રા યોજાઈ રહી છે.તેમણે
કહ્યું કે, સરદાર સાહેબના દૂરંદેશી અને અથાક પ્રયાસોને લીધે ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. સરદાર
સાહેબના આદર્શ સિદ્ધાંતોને જીવનમાં ઉતારીએ તો ખૂબ જ બદલાવ આવશે.
તેમણે ઉમેર્યું કે, સ્વતંત્ર ભારત દેશના નિર્માણ માટે સૌ પ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ
ભાવનગર રજવાડું ભારત માતાના ચરણોમાં અર્પણ કરી દીધું હતું, સરદાર સાહેબે પોતાની કુનેહથી ૫૬૨ જેટલાં
રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરીને ‘અખંડ ભારતનું’ નિર્માણ કરીને એકતાના દર્શન કરાવ્યાં હતાં.
તેમણે કહ્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ
ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે જે માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે રાષ્ટ્રીય એકતા અને ગૌરવનું
પ્રતિક બની ગઈ છે. આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બની હોવાનું તેમણે જણાવ્યું હતું.
પ્રારંભમાં મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા સહિતના મહાનુભાવોએ સરદાર
સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રાની શરૂઆત કરાવી હતી.
આ એકતા પદયાત્રા ઠાડચ પ્રાથમિક શાળાથી લઈને મેઢા, લાપાળીયા, નાની રાજસ્થળી થઈને શેંત્રુજી ડેમે
પૂર્ણ થઈ હતી. આ માર્ચ માર્ગો પર પસાર થઈ રહી હતી ત્યારે ઠેર ઠેર ગ્રામજનોએ ઉભા રહીને માર્ચનું સ્વાગત કર્યું
હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ માર્ચ પદયાત્રા દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર
સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાઈ હતી. જે વિસ્તારની એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું
પ્રતીક બની હતી.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી અંકિત પટેલ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી જયરાજસિંહ ગોહિલ,
તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીગરભાઈ વાઘેલા, અગ્રણી શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, ૧૦૨ વિધાનસભા વિસ્તારના
યુવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયાં હતા.




















Recent Comments