ભાવનગર વિભાગ દ્વારા ગત વર્ષ ઓક્ટોબર – ૨૦૨૪ ની સરખામણી એ ઓક્ટોબર-૨૦૨૫માં મુસાફરો દ્વારા
૫૫,૫૮૨ થી વધુ સીટો ઓનલાઈન રીઝર્વેશનના મધ્યમથી બુક કરાવતાં આશરે રૂ. ૧,૪૧,૯૩,૦૦૦ થી વધુ આવક
પ્રાપ્ત થઈ છે.
ગત ઓક્ટોબર-૨૦૨૪ ની સરખામણીએ ઓક્ટોબર-૨૦૨૫માં ભાવનગર વિભાગ દ્વારા દિવાળીના તહેવારો
દરમિયાન ૭૨,૬૫૮ કી.મી નું વધુ સંચાલન કરવામાં આવ્યું છે. આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કુલ
૧,૫૬,૦૦૦ કી.મી. નું વધુ સંચાલન કરવામાં આવ્યું છે. સંચલનના માધ્યમથી રૂ. ૦૧,૭૬,૧૦,૦૦૦ ની આવક પ્રાપ્ત
થઈ છે આમ પ્રતિ કિ.મી આવકમાં રૂ.૩ નો વધારો થવા પામેલ છે.
ભાવનગર વિભાગના ભાવનગર તેમજ મહુવા ડેપો દ્વારા સંચાલન ખર્ચ કવર કરી અનુક્રમે રૂ. ૪૬,૦૦,૦૦૦
અને રૂ. ૧૩,૯૫,૦૦૦ ની વધુ આવક પ્રાપ્ત કરેલ છે તેમ વિભાગીય નિયામકશ્રી એસ.ટી ભાવનગરની યાદીમાં
જણાવાયું છે.
ભાવનગર એસ.ટી.માં ઓક્ટોબર – ૨૦૨૫માં ઓનલાઈન રીઝર્વેશનથી ૫૫ હજારથી વધુ સીટ મુસાફરોએ બુક કરાવી : રૂ.૧ કરોડથી વધુની આવક પ્રાપ્ત




















Recent Comments