ભાવનગર

મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત ભાવનગર જિલ્લા કક્ષાએ સ્પેશિયલ કેમ્પ યોજાશે

ભાવનગર જીલ્લામાં સીટી વિસ્તાર અને તાલુકા કક્ષાએ (SIR) અંતર્ગત વનરેબલ દિવ્યાંગ, વયોવૃદ્ધ,
વિચરતી વિમુકત જાતિઓ આર્થિક અને સામાજિક પછાત વર્ગ અને વંચિત વર્ગના મતદારો માટે ખાસ કેમ્પનું
આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા. ૧૮/૧૧/૨૦૨૫ ના રોજ ૧૦૦-તળાજા મતવિસ્તારમાં દિનદયાળ નગર
સુવાળીયા કોળી જ્ઞાતીની વાડી ખાતે, ૧૦૨- પાલિતાણા મતવિસ્તારમાં ભીલ વાસ (પાલિતાણા-સિટી) ખાતે, ૧૦૩-
ભાવનગર ગ્રામ્ય મતવિસ્તાર માટે ઘોઘા તાલુકાનાં તણસા અને શિહોર તાલુકાનાં ગુંદાળા વિસ્તાર ખાતે, ૧૦૪ –
ભાવનગર પૂર્વ મતવિસ્તારમાં વૃધ્ધાશ્રમ ખાતે મતદારો માટે કેમ્પ યોજાશે.
તા. ૧૯/૧૧/૨૦૨૫ ના રોજ ૧૦૨- પાલિતાણાના મતવિસ્તાર માટે હાથીયાધાર (પાલિતાણા-સિટી) ખાતે,
૧૦૩- ભાવનગર ગ્રામ્ય મતવિસ્તાર માટે શિહોર તાલુકાના કેશવ નગર ખાતે, ૧૦૪- ભાવનગર પૂર્વ મતવિસ્તારમાં
પછાત વિસ્થાપિતો માટે તરસમીયા ખાતે, ૧૦૪ – ભાવનગર પૂર્વ મતવિસ્તારમાં વૃધ્ધાશ્રમ ખાતે, ૧૦૫- ભાવનગર
પશ્ચિમ મતવિસ્તારમાં પછાત વિસ્થાપિત મતદારો માટે વોર્ડ-૧ ખાતે કેમ્પ યોજાશે.
તા. ૨૦/૧૧/૨૦૨૫ ના રોજ ૧૦૩- ભાવનગર ગ્રામ્ય મતવિસ્તારમાં પછાત વિસ્થાપિત મતદારો માટે
સિદસર, ૧૦૪- ભાવનગર પૂર્વ મતવિસ્તારમાં પછાત વિસ્થાપિત મતદારો માટે અકવાડા અને ૧૦૫- ભાવનગર
પશ્ચિમ મતવિસ્તારમાં પછાત વિસ્થાપિત મતદારો માટે વોર્ડ નંબર-૨ ખાતે કેમ્પ યોજાશે. તા. ૨૧/૧૧/૨૦૨૫ ના
રોજ ૧૦૪- ભાવનગર પૂર્વ મતવિસ્તારમાં પછાત વિસ્થાપિત મતદારો માટે રૂવા અને ૧૦૫- ભાવનગર પશ્ચિમ
મતવિસ્તારમાં પછાત વિસ્થાપિત મતદારો માટે વોર્ડ નંબર-૬ ખાતે કેમ્પ યોજાશે.

Related Posts