અમરેલી

આ કાળઝાળ મોંઘવારીમાં ઇપીએફ પેન્શન ધારકોનું મિનિમમ પેન્શન હાલના સંજોગોમાં પાંચ હજાર રૂપિયા મિનિમમ કરવું જોઈએ એવું સાવરકુંડલાના પેન્શન ધારકોની સરકારને વિનમ્ર માંગ

આ કાળઝાળ મોંઘવારીમાં ઇપીએફ પેન્શન ધારકોનું મિનિમમ પ્રતિ માસ ૫૦૦૦ રૂપિયા કરવા સાવરકુંડલા ઇપીએફ ધારકોની માંગ..

વર્ષો સુધીકાળી મહેનત કરીને નોકરી કર્યા પછી પણ મળતી પેન્શનની રકમ ચણા મમરા સમાન ગણાય.. આજે મોંઘવારી કુદકે અને ભૂસકે વધી રહી હોય તેવા સંજોગોમાં આ પેન્શન ધારકોનાં પેન્શનમાં રતિભાર પણ વધારો થતો નથી.. દેશમાં લગભગ પાંચ થી છ કરોડ ઇપીએફ હોલ્ડર માટે તો જિંદગીભર કાળી મહેનત કરીને ઇપીએફ તરીકે કરેલી બચતનું મૂલ્ય સાંપ્રત બઝાર ભાવ પ્રમાણે ચણા મમરા સમાન જ ગણાય..વિકસિત દેશોમાં નાગરિકોની પાછલી જિંદગી શાંતિથી જીવવા માટે ખાસ પ્રકારના લાભો સરકાર તરફથી આપવામાં આવે છે. આપણાં દેશમાં વર્ષોથી ઇપીએફ પેન્શન ધારકો માટે કોઈ નોંધનીય લાભો મળતાં નથી..આવી રીતે સમરસ સમાજનું નિર્માણ અને સંવર્ધન થાય ખરું? આ સંદર્ભે સરકાર દ્વારા આ પેન્શન ધારકોનું મિનિમમ પેન્શન હાલના સંજોગોમાં પાંચ હજાર તો કરવું જોઈએ. આંખો અંજાઈ જાય એવા જુદા જુદા સમારંભો કરતી સરકારને કાને આ વાત કચારે પડશે? તે તો ભગવાન જાણે..!!

સરકારી કર્મચારીઓ, ધારાસભ્યો, સંસદસભ્યોના પેંશનની સરખામણીમાં પાંચ હજાર પણ ખરેખર ખૂબ નાની રકમ કહેવાય.. હાલ નવેમ્બર માસ ચાલી રહ્યો છે અને જે પેંશન ધારકોએ હયાતીનું પ્રમાણપત્ર ન સબમીટ કર્યું હોય તેણે નવેમ્બરના એન્ડ સુધીમાં સબમીટ કરી દેવું આવશ્યક છે.

Related Posts