ભાવનગર

ખેલ મહાકુંભ ૨૦૨૫ માં નાની રાજસ્થળી કેવ શાળાનો વોલીબોલ U -14 જિલ્લા કક્ષાએ ચેમ્પિયન

નાની રાજસ્થળી કે વ શાળાની નાની બાળાઓએ વોલીબોલ જિલ્લા ચેમ્પિયન બની શાળાનો સુવર્ણ ઇતિહાસ રચ્યો. જિલ્લા કક્ષાએ શાળાના ભાઈઓએ ત્રીજો ક્રમાંક મેળવ્યો. એસ.જી. જીવાણી વિદ્યાલયની બહેનોએ જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવ્યું. ગામના યુવાનોએ ઓપન કબડ્ડી સ્પર્ધામાં તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો . આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ પાલિતાણાનું પ્રતિનિધિત્વ કરશે.તથા ખેલ મહાકુંભમાંમાં નાની રાજસ્થળી કે.વ. શાળાનો તાલુકા કક્ષાએ U-14 માં ખો ખો તથા વોલીબોલમાં ચેમ્પિયન થઈ અંદાજિત ૪૦૦૦૦ હજાર તથા જિલ્લા કક્ષાએ વોલીબોલમાં U -14 બહેનો જિલ્લા ચેમ્પિયન તથા શાળાના ભાઈઓ U-14 જિલ્લામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી અંદાજિત ૫૦૦૦૦ હજાર જેટલી રકમ મેળવી. આ ૯૦૦૦૦ હજાર જેટલી રકમ વિધાર્થીઓના ખાતામાં જમા થશે. આમ નાની રાજસ્થળી ગામ તથા શાળાઓએ ખેલ મહાકુંભમાં પ્રભાવશાળી દેખાવ કર્યો. શાળાને રમત ગમત અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ જોવા માંગતા ગામના અગ્રણી બિઝનેસ મેન જગદીશભાઈએ ખૂબ ગર્વની લાગણી અનુભવી. કેવ શાળા ટીમ કોચ અશરફ બાવળિયા તથા ગોપાલ જાદવ તથા ટીમ મેનેજરો જીણાભાઇ ડાભી તથા જયદીપભાઈ પ્રજાપતિ દ્વારા બાળકોની અથાગ મહેનતને બિરદાવી તથા ગામના સરપંચશ્રી મુન્નાભાઇ ડાભી તથા કેવ શાળા આચાર્ય સુરેશભાઈ ગોટી તથા હાઈસ્કૂલ આચાર્ય વિપુલભાઈ તથા સમગ્ર એસ .એમ. સી પરિવાર તથા શાળા સમગ્ર સ્ટાફ તથા ગ્રામ આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

Related Posts