ગાંધીનગર ખાતે મળેલા સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના સંગઠનની ઘોષણા કરવામાં આવી
ચાણક્ય ભવન ગાંધીનગર ખાતે જીસીઈઆરટીના અધ્યાપકો તેમજ ડાયટ ગુજરાતના તમામ અધ્યાપકોનું એક સ્નેહ મિલન તથા નવરચિત સંઘ સંગઠન રચવામાં આવેલ.
જેમાં જીસીઆરટીના રીડરશ્રી ડો. વિજયભાઈ પટેલ તેમજ રિસર્ચ એસોસિયતશ્રી તેમજ ડાયટના પ્રાચાર્યશ્રીઓ અને મોટી સંખ્યામાં અધ્યાપક હાજર રહ્યા હતા.
આ સંમેલનમાં શાળા ગુણવત્તાના સુધારણા ભાગરૂપે અધ્યાપકોની ભૂમિકા, અધ્યાપકોના વહીવટી પડતર પ્રશ્નો જેવા કે સેવા જોડાણ, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ પ્રમોશન અને અન્ય પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવેલ હતી.
જીસીઈઆરટીના રીડરશ્રી ડો. વિજયભાઈ પટેલ દ્વારા આ તમામ પ્રશ્નો અંગે જીસીઈઆરટી દ્વારા થઈ રહેલા પ્રયાસો અને શિક્ષણ વિભાગમાં તેની હાલની સ્થિતિ વિશે વિગતવાર છણાવટ કરવામાં આવેલ હતી. તેમજ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવેલ હતું.
આ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ ગુણવત્તા સુધારણાના સતત પ્રયાસ માટે થઈ જીસીઈ આરટી ડાયટ કર્મચારી સંઘ રચવામાં આવેલ હતું .
જેની પ્રક્રિયા તમામની સંમતિથી કરી અને લોકશાહી ઢબે તેના હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવેલ હતી.
જેમાં
જેમાં પ્રમુખ તરીકે વી. એમ. પંપાણિયા પ્રાચાર્ય ગીર સોમનાથ તેમજ ઉપપ્રમુખ તરીકે જીસીઆરટીના રીડરશ્રી ડો. વિજયભાઈ પટેલ તેમજ મહામંત્રી તરીકે ભરતભાઈ ડેર ડાયટ અમરેલી તેમજ ખજાનચી તરીકે શ્રી ઈકબાલભાઈ વોરા જીસીઈઆરટી અને સંગઠન મંત્રી તરીકે મનીષભાઈ પટેલ દક્ષિણ ઝોન જીભાઈ દેસાઈ ઉત્તર ઝોન તેમજ કમલકુમાર પટેલ મધ્ય ઝોન અને ડો. ઝંખનાબેન ભટ્ટી સૌરાષ્ટ્ર ઝોન 1 અને ડો. અલ્તાફભાઈ રાઠોડ સૌરાષ્ટ્ર ઝોન 2 ની નિમણૂક કરવામાં આવેલ હતી.
તદુપરાંત મહિલા મંત્રી તરીકે ડો. પિનલબેન ગોરડીયા આશાબેન રાજ્યગુરુ તેમજ ડો. તૃપ્તિબેન પારેખની સર્વાનુમતે પણ નિમણૂક કરવામાં આવેલ હતી.
ઉપરાંત મંત્રી તરીકે ડો. પંકજભાઈ મિસ્ત્રી, ડો. હિરેનભાઈ વ્યાસ, વિમલભાઈ દંગી, હર્ષદભાઈ પટેલ, વિપુલભાઈ વાજા અને અખિલભાઇ ઠાકર અને ડો.ભરતભાઈ અગ્રવાલની વરણી કરવામાં આવેલ હતી.



















Recent Comments