અમરેલી

બેટી બચાવો, બેટી પઢાઓ યોજના અંતર્ગત અનાથ દીકરીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

અમરેલી ખાતે “બેટી બચાવો, બેટી પઢાઓ” અંતર્ગત અનાથ દીકરીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત હાઈજીન કીટ પણ વિતરિત કરવામાં આવી હતી. આશાવર્કર બહેનો, સખી મંડળોના બહેનોને પણ બેગ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ અંટાળાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી કણઝરીયા દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓ યોજના વિષયક માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આરોગ્ય અને પોષણ, આઈ.સી.ડી.એસ, બાળ સુરક્ષા એકમની કામગીરી ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર સહિતની કામગીરી બાબતે માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી વાળા, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી મકવાણા, નારી અદાલત જિલ્લા કોર્ડિનેટર શ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts