અમરેલી જિલ્લા પંચાયત જાહેર આરોગ્ય સમિતિની બેઠક ચેરમેનશ્રી, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ સ્થાને બુધવારે યોજાઈ હતી. આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી.
બેઠકમાં આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત વાર્ષિક વિકાસ કાર્યક્રમ અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો, દવાના સ્ટોરના બાંધકામ તથા નવીન બાંધકામને આપવામાં આવેલી મંજૂરી અને તેની અદ્યતન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ચેપી-બિન ચેપી રોગોની સમીક્ષા કરવામાં આવી હતી. કમીટીમાં થયેલા સૂચનની અમલવારી કરવા માટે કડક પગલાં લેવામાં આવશે તેમ, મુખ્ય જિલ્લ આરોગ્ય અધિકારીશ્રી ડો. અખીલેશકુમાર સિંહ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.




















Recent Comments