ભારતના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ આગામી તા.૨૦/૧૧/૨૦૨૫ના રોજ ભાવનગર એરપોર્ટ ખાતે આવી
શ્રી કમલમ ભાજપ કાર્યાલય, નાની ખોડિયાર પાસે તેમજ નારી ચોકડી પાસે જાહેર સભા સ્થળ ખાતેનાં કાર્યક્રમમાં
પધારનાર છે. ગૃહમંત્રીશ્રી “ઝેડ પ્લસ સી.આર.પી.એફ પ્રોટેકટી મુજબનું સુરક્ષા કવચ ધરાવે છે. ભાવનગર જિલ્લો
લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેથી મહાનુભાવશ્રીના ભાવનગર જિલ્લાના સમગ્ર પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન તેઓની
સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ, મહાનુભાવશ્રીના પ્રવાસ રૂટ ઉપર તથા અન્ય જરૂરી સ્થળ ખાતે ”નો ડ્રોન તથા
અન્ય UAV(Unarmed Aerial Vehicle) નો ફલાય ઝોન” અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની જરૂર જણાતાં ભાવનગરના
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ની પેટા
કલમ-(૧) હેઠળ મળેલ અધિકારની રૂઈએ ભાવનગરમાં આગામી તા.૨૦/૧૧/૨૦૨૫ ના કલાક ૦૮/૦૦ થી કલાક
૨૦/૦૦ સુધી નીચે જણાવેલ સ્થળ/વિસ્તારને “નો ડ્રોન તથા અન્ય UAV(Unarmed Aerial Vehicle) નો ફલાય ઝોન”
જાહેર કર્યો છે.
જેમા ભાવનગર એરપોર્ટ તથા તેની આસપાસનો ૧ કિ.મી.નો એરીયા, શ્રી કમલમ ભાજપ કાર્યાલય, નાની
ખોડિયાર અને તેની આસપાસનો ૧ કિ.મી.નો એરીયા, નારી ચોકડી પાસે જાહેર સભા સ્થળ અને તેની આસપાસનો ૧
કિ.મી.નો એરીયા, કોન્વોય રૂઢ ભાવનગર એસ્પોર્ટ રૂવા ગામ- બાલા હનુમાન ત્રણ રસ્તા- નેચરલ પાર્ક- સુભાષનગર
ચોક- લાલ બહાદુરશાસ્ત્રી સર્કલ મહિલા કોલેજ- આંબાવાડી સર્કલ-ઘોઘા સર્કલ- રૂપાણી સર્કલ- આતાભાઇ ચોક-
સેન્ટ્રલ સોલ્ટ ત્રણ રસ્તા- કાળીયાબીડ પાણીની ટાંકી- જવેલ્સ સર્કલ- આર.ટી.ઓ. સર્કલ- દેસાઇનગર- ચિત્રા મસ્તરામ
મંદિર- માર્કેટીંગ યાર્ડ- નારી ચોકડી- સભા સ્થળ તથા તેની આસપાસનો ૧ કિ.મી.નો એરીયા ને “નો ફ્લાય ઝોન”
જાહેર કરેલ છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩ ની કલમ-૨૨૩ મુજબ સજા થશે.
જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના
અધિકારીશ્રીને અધિકાર રહેશે.




















Recent Comments