ભાવનગર

ભાવનગર શહેર તથા જિલ્લામાં “સ્કાય લેન્ટર્ન” (ચાઇનીઝ તુક્કલ) તેમજ ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરીનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ ન કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ

આગામી સમયમાં આવનાર મકરસંક્રાતિનાં તહેવાર દરમ્યાન ચાઈનીઝ તુક્કલ તથા ચાઈનીઝ લેન્ટર્ન ખુબ જ
વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. આ ચાઇનીઝ તુક્કલ/ લેન્ટર્નમાં હલ્કી ક્વોલીટીનાં સળગી જાય તેવા
વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે તથા સળગતી તુક્કલ-લેન્ટર્ન ગમે ત્યાં પડવાનાં કારણે
જાનમાલ અને સંપત્તિને ઘણું જ નુકસાન થાય છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મળેલ સત્તાની રૂઈએ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભાવનગર દ્વારા ફરમાવવામાં આવે છે કે, ભાવનગર શહેર તથા જિલ્લામાં આગ,
અકસ્માતના બનાવો ના બને અને જાહેર સલામતી માટે અને પશુ-પંખી તેમજ પર્યાવરણની સુરક્ષા માટે ચાઈનીઝ
તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, ચાઇનીઝ લોન્ચર તથા પતંગ ઉડાડવા/ચગાવવાના હેતુથી ચાઈનીઝ માંઝા, glass coated
nylon thread, સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટીક દોરી, નાયલોન થ્રેડ દોરીના ઉત્પાદન, વેચાણ તથા સંગ્રહ ઉપર
પ્રતિબંઘ રહેશે.
આ જાહેરનામું તા.૧૮/૧૧/૨૦૨૫ થી તા.૧૬/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ
કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા
તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં
છે.

Related Posts