‘ફીટ ઈન્ડિયા’ની સંકલ્પના સાથે લોકતંત્રના જાગૃત પ્રહરી એવા પત્રકારોની નિઃશૂલ્ક આરોગ્ય તપાસનો કેમ્પ
આજે જિલ્લા ભાવનગર જિલ્લા માહિતી કચેરી અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયો
હતો. આ કેમ્પમાં ભાવનગર જિલ્લાના ૯૦ થી વધુ પત્રકારશ્રીઓએ નિઃશૂલ્ક આરોગ્ય તપાસ કરાવી પોતાનું
સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.
પ્રજાનો અવાજ બનતા પત્રકારશ્રીઓના આરોગ્યની ચિંતા કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત વર્ષથી
સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓ ખાતે આવેલી માહિતી કચેરીઓ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી
પત્રકારોના વિવિધ પ્રકારના આરોગ્ય ટેસ્ટ થાય તે માટેની શરૂઆત કરાવી હતી. આ વર્ષે આ ઉપક્રમનું બીજું વર્ષ છે.
‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ અંતર્ગત પત્રકારોની આરોગ્ય તપાસ માટેના આ અભિયાનમાં પોતાના સ્વાસ્થ્યને
અગ્રિમતા આપી આરોગ્યની દરકાર કરતાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક માધ્યમના પત્રકારોએ આરોગ્ય તપાસ કરાવી હતી.
પત્રકારોના આરોગ્યનું સમયસર મૂલ્યાંકન થાય તે હેતુથી આયોજિત આ હેલ્થ ચેકઅપ કાર્યક્રમમાં બ્લડ પ્રેશર
મોનિટરિંગ, બ્લડ ટેસ્ટ સહિત વિવિધ પ્રકારના ટેસ્ટ અને ઈ.સી.જી, એક્સ રે, બોડી પ્રોફાઈલ સહિત પ્રિલિમનરી ટેસ્ટ,
લીવર અને કિડની ફંક્શન ટેસ્ટ, થાઈરોઈડ સ્ક્રીનિંગ, ડાયાબિટીસ માર્કર સહિતના જરૂરી પરીક્ષણોને આવરી લેવામાં
આવ્યા હતાં.
આમ, આ હેલ્થ ચેકઅપ કેમ્પ થકી આરોગ્ય વિષયક સુવિધાઓને આવરી લઈને પત્રકારોની સ્વાસ્થ્ય સુરક્ષા
પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ કેમ્પને સફળ બનાવવામાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગરના શ્રી સુમિતભાઈ ઠક્કર તેમજ તેમની
મેડીકલ ટીમે સહયોગ પૂરો પાડ્યો હતો. જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના નાયબ માહિતી નિયામક શ્રી રેસુંગ
ચૌહાણ અને માહિતી કચેરીના કર્મચારીઓએ પત્રકારશ્રીઓ સાથે સંકલન અને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી કાર્યક્રમને
સફળ બનાવ્યો હતો.
ભાવનગર જિલ્લા માહિતી કચેરી અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટેનો નિઃશૂલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો




















Recent Comments