ભાવનગર

સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તળાજામાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં ભવ્ય પદયાત્રા યોજાઈ

એકતા અને અખંડિતતાના શિલ્પીના પ્રતિક સમાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની
ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ‘સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ’ પદયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે આજે ૧૦૦-તળાજા વિધાનસભા વિસ્તારની પદયાત્રાને ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ સહિતના
મહાનુભાવોએ ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણે રાષ્ટ્રીય એકતા, સ્વદેશી જીવનશૈલી અને આત્મનિર્ભર ભારતના
સંકલ્પને વધુ ગતિ આપવા અનુરોધ કર્યો હતો.
રોયલ થી શરૂ થયેલી પદયાત્રા દેવળીયાના ધાર પાસે સમાપ્ત થઈ હતી. આમ ૧૧ કિલોમીટર પદયાત્રાનું
આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રાના સમગ્ર રૂટ પર મહાનુભાવો સહિત સૌ કોઈ ઉત્સાહ સાથે તિરંગો લહેરાવી
જોડાયા હતા. આ યાત્રાનું ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.
તળાજા વિધાનસભા વિસ્તારની પદયાત્રામાં પ્રાંત અધિકારી શ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી,
તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાણાભાઇ‌ સોલંકી, નગર પાલિકાના પ્રમુખ શ્રી હેતલબેન, અગ્રણી શ્રી દિગ્વિજયસિંહ
ગોહિલ, સર્વોત્તમ ડેરીના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પનોત સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

Related Posts