અમરેલીના સાજીયાવદર ગામે એક અત્યંત કરુણ ઘટના સામે આવી હતી. જેમાં ગરીબ પરિસ્થિતિ અને એકલવાયા જીવનથી મુંઝાયેલા એક યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, મુન્નાભાઇ હકાભાઇ બતાડા (ઉ.વ.૩૭) ગરીબ આર્થિક પરિસ્થિતિના કારણે લગ્ન કરી શક્યો ન હતો. તે પોતાના વૃદ્ધ માતા સાથે એકલવાયું જીવન ગુજારી રહ્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક તંગી, લગ્ન ન થવાની મુંઝવણ અને એકલતાના કારણે તે ઊંડા માનસિક તણાવમાં હતો. મનમાં લાગી આવતા અને નિરાશા અનુભવતા, યુવકે ઝેરી દવા પીધા બાદ યુવકની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
સાજીયાવદર ગામે ગરીબી અને એકલતાથી કંટાળી યુવકે ઝેરી દવા પીતા કરૂણ મોત


















Recent Comments