અમરેલી

સાવરકુંડલામાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને શ્રી એ.કે. ઘેલાણી હાયર સેકન્ડરી શાળામાં વિદ્યાર્થીની બહેનોએ’ વિવેકાનંદ  ક્વિઝ સ્પર્ધા’નું આયોજન

તારીખ ૧૮-૧૧-૨૫ ના રોજ શાળામાં સ્વામી વિવેકાનંદ વિષય અંતર્ગત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ૯ થી ૧૨ ની ૫૮ વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો તેમને શાળાના આચાર્યા ઉષાબેન.બી. તેરૈયાએ તમામ વિદ્યાર્થી બહેનો અને શિક્ષકોને અભિનંદન  પાઠવેલ. આ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ બહેનોને નૂતન કેળવણી મંડળના પ્રમુખ  ચંદ્રિકાબેન કામદાર ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા મેનેજિંગ ટ્રસ્ટી  મુકુંદભાઈ નાગ્રેચાએ અભિનંદન પાઠવેલ. અને ઉતરોતર પ્રગતિ કરી શાળાનું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ પાઠવેલ. આ સ્પર્ધાની કામગીરી શાળાના શિક્ષક  નિલેશભાઈ ગોસ્વામી અને સંગીતાબેન પરમારે નિભાવી હતી.

Related Posts