અમરેલી

અમરેલી માર્ગ અને મકાન વિભાગ – રાજ્ય દ્વારા આંબરડી સફારી પાર્કને જોડતા ધારી-આંબરડી-ગોપાલગ્રામ-સરંભડા રોડના વાઈડનીંગની કામગી

અમરેલી માર્ગ અને મકાન વિભાગ – રાજ્ય દ્વારા ધારીના આંબરડી સફારી પાર્કને જોડતા ધારી-આંબરડી-ગોપાલગ્રામ-સરંભડા રોડના વાઈડનીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. હયાત રોડ ૩.૭૫ મીટરમાંથી ૫.૫ મીટર સુધીની પહોળાઈ-નવીનીકરણની કામગીરી પૂરજોશમાં શરૂ છે.

માર્ગ અને મકાન વિભાગ – રાજ્ય દ્વારા ધારી થી પવિત્ર તુલસીશ્યામ ધામ સુધી હયાત રોડનું ૧૦ મીટર સુધી વાઈડનીંગની કામગીરીની પૂર્ણ કરવામાં આવી છે. આ રોડ પર હાલ ડામરની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.

તુલસીશ્યામ ધામ એ ધારી નજીક ગીરના જંગલો વચ્ચે સ્થિત ભગવાન શ્યામસુંદરનું ભવ્ય મંદિર ભક્તો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. અહીં દૂર દૂરથી પ્રવાસીઓ દર્શનાર્થે આવે છે. સાથે આંબરડી સફારી પાર્ક ખાતે દર વર્ષે દેશ-વિદેશથી પ્રવાસીઓ સિંહ દર્શન અને પ્રકૃતિને માણવા માટે આવે છે. સફારી પાર્ક ખાતે અલાયદી વાહન પાર્કિંગની સુવિધા પણ છે. અહીં આંબરડી સફારી પાર્કને જોડતા રોડની વાઈડનીંગની કામગીરી હાથ ધરવામાં આવતા વાહન વ્યવહારની સુગમતામાં વધારો થશે.

Related Posts