અમરેલી

કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ – અમરેલી ખાતે વિદ્યાસહાયક ઉચ્ચ પ્રાથમિક સ્થળ પસંદગી કેમ્પ યોજાયો

કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ – અમરેલી ખાતે વિદ્યાસહાયક ઉચ્ચ પ્રાથમિક સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ ૭૯ વિદ્યાસહાયકોને કાયમી નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ કેમ્પ દરમિયાન જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલીના ચેરમેન પ્રતિનિધી શ્રી ભીખાભાઈ ધોરાજીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રમુખ અમરેલી શ્રી વિજયભાઈ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રમુખ શ્રી ક્રિપાલસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ગોહિલ સહિત અધિકારીશ્રીઓ, શિક્ષણ શાખા જિલ્લા પંચાયત સ્ટાફ સભ્યશ્રીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યુ હતુ તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts