પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન તથા ભાવનગર મહાનગરપાલિકા,
ભાવનગરના સંયુક્ત ઉપક્રમે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન અને મહાનગરપાલિકા
ભાવનગરના અધિકારી/કર્મચારીઓ તથા ભાવનગર ઝોન હેઠળની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસર,
મ્યુનિસિપલ ઈજનેર, ડે. એકાઉન્ટન્ટ અને મેનેજર (સોલીડ વેસ્ટ) માટે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ પોર્ટલનો તાલીમ
કાર્યક્રમ યોજાયો હતો.
વર્ષ ૨૦૨૫ને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. રાજ્ય
સ્તરે તમામ વિભાગોના વડાઓ, તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ નગરપાલિકાઓમાં ઈવેન્ટ અને
એક્ટીવીટી માટે “શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ ઈવેન્ટ્સ કેલેન્ડર” તૈયાર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત “Empowering
Municipal Staff, Strengthening Urban Futures”, “Training Today for Smarter Cities Tomorrow” ટેગ લાઈન હેઠળ
શ્રી ઝવેરચંદ મેઘાણી મીની ઓડીટોરીયમ હોલ ખાતે, સરદારનગર, ભાવનગર ખાતે ટ્રેનીંગનું આયોજન કરવામાં
આવ્યું હતુ. જેમાં કુલ ૨૩૨ અધિકારી/કર્મચારીઓએ ભાગ લીધો હતો.
આ તાલીમ કાર્યક્રમ ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી ડો. એન. કે. મીણા, ભાવનગર
ઝોનના પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા, ઝોનના અધિક કલેક્ટર ડી. એન. સતાણી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર
જય રાવલની હાજરીમાં યોજાયો હતો, જેમાં ભાવનગર ઝોન હેઠળના અમરેલી જિલ્લાની ૧૦ નગરપાલિકા, ભાવનગર
જિલ્લાની ૬ નગરપાલિકા, ગીર સોમનાથ જિલ્લાની ૫ નગરપાલિકા અને જુનાગઢ જિલ્લાની ૭ નગરપાલિકાઓ,
આમ ભાવનગર ઝોન હેઠળની તમામ ૨૮ નગરપાલિકાઓના ચીફ ઓફિસર, મ્યુનિસિપલ ઈજનેર, ડેપ્યુટી એકાઉન્ટન્ટ
અને સ્વચ્છ ભારત મિશનના મેનેજર (સોલીડ વેસ્ટ) તથા ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર ઝોનના
અધિકારી/કર્મચારીઓએ મળી કુલ <૧૩૪> અધિકારી/કર્મચારીઓએ ભાગ લીધો હતો.
GeMની ગુજરાત રાજ્યની સેન્ટ્રલ ટ્રેઈનીંગ ટીમના માસ્ટર ટ્રેઈનરશ્રી મલેક મોહમદઅતિક દ્વારા વિગતવાર
સમજુતી આપવામાં આવી હતી. જેમાં ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસએ ભારત સરકારનું એક ઈ-કોમર્સ ઓનલાઈન પોર્ટલ
છે. જેના મારફત સરકારના વિવિધ વિભાગો, મંત્રાલયો, પી.એસ.યુ. અને અન્ય સરકારી સંસ્થાઓ જરૂરીયાત મુજબની
ખરીદી કરતી હોય છે. નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકા દ્વારા તેઓની જરૂરીયાત મુજબની ખરીદી ગવર્નમેન્ટ
ઈ-માર્કેટપ્લેસ પોર્ટલ મારફત કરવામાં આવતી હોય છે. નગરપાલિકા તથા મહાનગરપાલિકાના સ્ટાફને આ ખરીદીની
પ્રક્રિયા તથા પોર્ટલનાં ઉપયોગ અંગે વિગતવાર સમજ આપી તેમજ પ્રેક્ટીકલ ડેમોન્ટ્રેશન આપવામાં આવ્યું હતુ.



















Recent Comments