ભાવનગર

ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત તા. 22 અને 23 નવેમ્બરના રોજ BLO પોતાના મતદાન મથક પર હાજર રહેશે

આગામી તા. 22 અને 23 નવેમ્બરના રોજ સવારે ૯ થી બપોરે ૧૩ કલાક સુધી BLO પોતાના મતદાન મથક
પર હાજર રહેશે. જે મતદારોનું mapping / linking બાકી હોય તે મતદારો BLO ની મદદથી mapping / linking કરાવી
શકશે. જો મતદારનું નામ અથવા તેમના માતા-પિતા / દાદા-દાદી નું નામ ૨૦૦૨ ની મતદાર યાદીમાં શોધવા BLO
માર્ગદર્શન આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૧૫ અને ૧૬ નવેમ્બરના રોજ BLO પોતાના મતદાન મથક પર હાજર રહ્યા હતા
જેમાં અનેક લોકોએ લાભ મેળવ્યો હતો. હવે તા. ૨૨ અને ૨૩ નવેમ્બર ૨૦૨૫ BLO ને પોતાના મતદાન મથકે
ગણતરી પત્રક જમા કરાવવાની છેલ્લી તક છે.
મતદારો પોતાનું અને પોતાના સંબંધીઓનું નામ અગાઉની ખાસ સઘન સુધારણા(SIR)ની મતદારયાદીમાં
https://voters.eci.gov.in/ પર ચકાસી શકે છે, જેથી તેઓ ગણતરી ફોર્મ (Enumeration Form)માં વિગતો ભરી શકે.
વધુ માહિતી માટે BLO નો ફોનથી સંપર્ક કરવા માટે મતદાર voters.eci.gov.in પરથી “Book a Call with BLO”
વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. જિલ્લાના તમામ BLO તથા મતદાન મથકની યાદી
https://collectorbhavnagar.gujarat.gov.in/ પર જોઇ શકાશે.
જે મતદારોનું નામ અથવા તેના માતા-પિતા/દાદા-દાદીનું નામ ૨૦૦૨ની મતદારયાદીમાં mapping / linking
થઇ ગયેલ હોય તેવા કિસ્સામાં મતદારે કોઇ પુરાવા રજુ કરવાના રહેશે નહી.
૨૦૦૨ની મતદારયાદીમાં કોઇપણ મતદાર પોતાનું નામ નીચેની લીંકથી સર્ચ કરી શકશે.
https://erms.gujarat.gov.in/Search/SearchElectorDB
તથા નીચેની લિંકથી ૨૦૦૨ની મતદારયાદી ડાઉનલોડ કરી શકશે.
https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/voterlist2002.aspx

Related Posts