રાજુલા શહેરમાં ફ્લેટ લે-વેચના બહાને એક વ્યક્તિએ અન્ય વ્યક્તિ પાસેથી રોકડા રૂપિયા ૯ લાખ લઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો.
આ મામલે પ્રમોદભાઇ નંદલાલ જોષી (ઉ.વ.૬૦) એ જુની બારપટોળી ગામના દિલુભાઇ કોટીલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ મુજબ, તેઓ પોતાનો ફ્લેટ વેચવા માંગતા હતા, આથી તેમણે આરોપીનો સંપર્ક કર્યો હતો.
વાતચીત દરમિયાન, આરોપીએ તેમને ફ્લેટના બદલામાં એક પ્લોટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આરોપીએ જણાવ્યું હતું કે, ફ્લેટ અને પ્લોટની કિંમતમાં જે તફાવત (ઉપરના) નીકળશે, તે પેટે ફરિયાદીએ તેને રોકડા રૂ.૯,૦૦,૦૦૦ આપવા પડશે. તેમણે આરોપી પર વિશ્વાસ રાખીને તેને રોકડા રૂ.૯ લાખ આપી દીધા હતા. રોકડા રૂપિયા લઈ લીધા બાદ આરોપીએ પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો નહોતો. ફરિયાદીએ આપેલા રોકડા રૂ.૯,૦૦,૦૦૦/- પણ પરત કર્યા નહોતા. આ પૈસા ભૂલી જવાનું કહીને ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના જી.જે. કાતરીયા વધુ તપાસ કરી રહ્યા છે.
રાજુલાના જુની બારપટોળી ગામના શખ્સ સામે ફ્લેટ લે-વેચના બહાને રૂ.૯ લાખની છેતરપિંડીની ફરિયાદ



















Recent Comments